Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

મધુર ભંડારકરની રેતી માફિયા પર બનનાર ફિલ્મમાં ચમકશે સુશાંત સિંહ રાજપૂત

મુંબઇ:  ત્રણ ત્રણ નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ સર્જક મધુર ભંડારકર હવે રેતી માફિયાની કથા ધરાવતી ફિલ્મ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવાની માહિતી મળી હતી.ફિલ્મને હાલ ઇન્સપેક્ટર ગાલિબ નામ આપ્યું છે અને મુખ્ય ભૂમિકા માટે સુશાંત સિંઘ રાજપૂતને સાઇન કર્યો હતો. અત્યાર અગાઉ મધુર ભંડારકર ચાંદની બાર, પેજ થ્રી, ફેશન, હીરોઇન અને ઇન્દુ સરકાર જેવી ફિલ્મો આપી ચૂક્યા છે.સુશાંત સિંઘ રાજપૂતને કેદારનાથ ફિલ્મ ફળી હોય એવું લાગે છે. કેદારનાથ રજૂ થયા બાદ સુશાંત સિંઘ રાજપૂત પર ભગવાન શિવજીની કૃપા ઊતરી હોય એમ એને એક સાથે બાર ફિલ્મોની ઑફર મળી છે. હાલ પોતાની ફિલ્મ સોનચિડિયા પૂરી કરીને એના પ્રમોશનની તૈયારીમાં પડયો છે. ફિલ્મમાં સુશાંત ચંબલના ડાકુનો રોલ કરી રહ્યો છે.મધુર ભંડારકર એને ઇન્સપેક્ટર ગાલિબ તરીકે રજૂ કરવાના છે એવી જાણકારી મળી હતી. તાજેતરમાં સુશાંત અને મધુર વચ્ચે બેઠકો યોજાઇ હતી અને એમાં મધુરે પોતાની ફિલ્મની વાત સુશાંતને કરી હતી. સુશાંતને સ્ટોરીલાઇન ગમી જતાં એણે ફિલ્મ કરવાની હા પાડી હતી.

 

(5:25 pm IST)