Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

ફરી એકવાર બોલીવુડમાં એન્ટ્રી કરશે તેલુગુ સુપર સ્ટાર નાગાર્જુન

મુંબઇ:તેલુગુ સુપર સ્ટાર નાગાર્જુન ફરી એકવાર બોલિવૂડમાં એન્ટ્રી કરી રહ્યો હોવાની માહિતી મળી હતી. ટોચના ફિલ્મ સર્જક કરણ જોહરની ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં નાગાર્જુનને સાઇન કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. અગાઉ ૧૯૮૦-'૯૦ના દાયકામાં નાગાર્જુને થોડીક હિન્દી ફિલ્મો કરી હતી પરંતુ એને તેલુગુ ફિલ્મો જેવો પ્રતિભાવ હિન્દી ફિલ્મોમાં મળ્યો નહોતો. એની બોલિવૂડની છેલ્લી ફિલ્મ સિનિયર ફિલ્મ સર્જ જેપી દત્તના કારગિલ (૨૦૧૩) હતી. તાજેતરમાં એણે ફરી એકવાર બોલિવૂડની ફિલ્મ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. કરણ જોહરે એને પોતાની અયાન મુખરજી નિર્દેશિત ફિલ્મ બ્રહ્માસ્ત્ર માટે સાઇન કર્યો હતો. ફિલ્મમાં પોતાના મિત્ર મેગાસ્ટાર અમિતાભ બચ્ચન પણ ચમકી રહ્યા છે જાણવા મળતાં નાગાર્જુને ફિલ્મ કરવાની હા પાડી હતી. બ્રહ્માસ્ત્ર સુપર નેચરલ પાવર્સ ધરાવતા હીરોની કથા ધરાવે છે. કરણ જોહર ભારતીય સુપર સ્ટારની આવી ત્રણેક ફિલ્મો બનાવવા ધારે છે અને બ્રહ્માસ્ત્ર એમાંની પહેલી ફિલ્મ છે. ટોચની કલાકાર જોડી રણબીર કપૂર અને આલિયા ભટ્ટ એમાં ચમકી રહ્યા છે.

(4:02 pm IST)