Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

સત્ય ઘટના પર આધારીત જે.પી.ની ફિલ્મ ૭મી સપ્ટેમ્બરે

બોલીવૂડમાં અગાઉ બોર્ડર, એલઓસી જેવી યુધ્ધ આધારીત ફિલ્મો આપી ચુકેલા જે. પી. દત્તાની વધુ એક ફિલ્મ 'પલટન' આવી રહી છે. આ ફિલ્મનું ટીઝર રિલીઝ થઇ ગયું છે. જેમાં સૈનિકો બરફીલા પહાડોની વચ્ચે જઇને વંદે માતરમ્ના નારા લગાવતાં જોવા મળે છે. સૈનિકો એક બીજા સામે બંદૂક તાંકીને ઉભેલા દેખાય છે. ૧૯૬૭માં થયેલા ભારત અને ચીનના યુધ્ધ પર આ ફિલ્મ આધારીત છે. જે. પી. દત્તા ફરી એક વખત દેશના ઇતિહાસને પલટન સ્વરૂપે પરદા પર લાવવાનો પ્રયાસ કર્યો છે. સત્ય ઘટના પર આધારીત આ ફિલ્મ ૭મી સપ્ટેમ્બરે આવશે. જેમાં સુનિલ શેટ્ટી, જૈકી શ્રોફ, અર્જુન રામપાલ, સોનુ સૂદ, ગુરમીત ચોૈધરી, હર્ષવર્ધન રહાણે, સિધ્ધાર્થ કપૂર, લવ સિન્હા સહિતના કલાકારો છે. સસુરાલ સિમર કા...ટીવી શો ફેઇમ દિપીકા કક્કડ પણ આ ફિલ્મથી બોલીવૂડમાં એન્ટ્રી કરી રહી છે. ઇશા ગુપ્તા પણ મહત્વના રોલમાં છે.

(10:19 am IST)