Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

રાઝીનો ૩૯.૨૪ કરોડ અને ૧૦૨ નોટ આઉટનો ૩૮.૨૫ કરોડ રૂપિયાનો બિઝનેસ

આલિયા ભટ્ટની 'રાઝી'એ ૪ દિવસમાં ૩૯.૨૪ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. બીજી તરફ અમિતાભ બચ્ચન અને રિશી કપૂરની '૧૦૨ નોટ આઉટ'એ ૧૧ દિવસમાં ૩૮.૨૫ કોરડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. 'રાઝી'એ શુક્રવારે ૭.૫૩ કરોડ, શનિવારે ૧૧.૩૦ કરોડ અને સોમવારે ૬.૩૦ કરોડની સાથે ટોટલ ૩૯.૨૪ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.

આ ફિલ્મ એક અઠવાડિયામાં પંચાસ કરોડનો આંકડો પસાર કરી જશે. '૧૦૨ નોટ આઉટ'એ બીજા અઠવાડિયાના શુક્રવારે ૧.૮૫ કરોડ, શનિવારે ૩.૦૫ કરોડ, રવિવારે ૪.૪૦ કરોડ અને ૩૮.૨૫ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. 'અવેન્જર્સ : ઈન્ફિનિટી વોર' અને 'રાઝી' સામે બીજા અઠવાડિયામાં પણ આ ફિલ્મ ખૂબ જ સારો બિઝનેસ કરી રહી છે.

(3:51 pm IST)