Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

અભિનેત્રી મલાઈકા અરોરાની લોકોને અપીલ: ગેંગરેપનો શિકાર થયેલ બાળકીની ફોટો શેર કરવાનુ બંધ કરે

મુંબઇ:કઠુઆ ગેંગરેપ ઘટનાએ સમગ્ર દેશને હલાવીને મુકી દીધો છે. જમ્મુ-કાશ્મીરમાં વર્ષની બાળકીની સાથે ગેંગરેપની ઘટનાનો રાજકીય નેતાઓની સાથે સાથે બોલીવુડ કલાકારોએ પણ જોરશોરથી વિરોધ કર્યો છે. કેટલાક સેલિબ્રીટી કલાકારોએ ઘટનાને ખૂબ દર્દનાક ગણાવી પોસ્ટર સાથે પોતાની તસ્વીરો શેર કરી છે. બોલીવુડ અભિનેત્રી મલાઈકા અરોરાએ પણ ઘટનાને લઈ પોસ્ટ મારફતે એક ભલામણ કરી છે. મલાઈકાએ જણાવ્યુ છે કે, ગેંગરેપનો શિકાર થયેલ બાળકીની ફોટો શેર કરવાનુ બંધ કરે. મલાઈકા અરોરાએ પોતાના ઈન્સ્ટા સ્ટોરીના માધ્યમથી એક પોસ્ટ શેર કરી. મલાઈકાએ લખ્યુ કે, આપણે બધા રેપ પીડિતાની તસ્વીર શેર કરી રહ્યા છીએ, જ્યારે આપણે લોકોની ફોટો શેર કરવી જોઈએ જેમણે શર્મનાક ઘટનાને અંજામ આપ્યો હતો અને જેમણે તેની મદદ કરી. બન્ને અપરાધીઓને જાહેરમાં લાવવા જોઈએ અને તેમની ઓળખ છતી કરવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, મલાઈકા અરોરા ઉપરાંત બોલીવુડ અને ટીવીજગતની કેટલીક સેલિબ્રિટીઓએ જસ્ટીસફોર અવર ચાઈલ્ડ નામના હેશટેગ કેમ્પેઈનમાં ભાગ લીધો હતો. અભિયાનમાં ઋચા ચડ્ડા, તાપસી પન્નુ સહિતની કેટલીક ટોચની કલાકાર જોડાઈ ચુકી છે. 

(4:51 pm IST)