Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

સલમાન, શાહરૂખને પછાડીને પ્રિયંકા સૌથી વધારે સર્ચ થનારી સેલેબ્રિટી બની

મેલ સેલેબ્રિટીમાં સલમાન ખાન બાદ શાહરૂખ ખાન સૌથી વધારે સર્ચ થયો

મુંબઈ, તા.૨૦:  પ્રિયંકા ચોપડા ગ્લોબલ આઈકન કહેવામાં આવે છે જેમાં જરા પણ ખોટું નથી. તે ફકત બોલિવૂડ અને નેશનલ લેવલ પર જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં તે હોટ ફેવરિટ સ્ટાર છે. આ વાત તાજેતરમાં કરાયેલા એક સર્વેમાં જ સાબિત થઈ છે. આ સર્વે અનુસાર પ્રિયંકા ભારતની ટોપની એક્રટ્રેસ છે. તેણે ઓકટોબર ૨૦૧૮થી ઓકટોબર ૨૦૧૯ દરમિયાન સમગ્ર વિશ્વ પર પોતાની છાપ છોડી છે.

સૂત્રો અનુસાર પ્રિયંકાનું નામ ૨૦૧૯ ૨.૭૪ મિલિયન વખત સર્ચ કરવામાં આવ્યું છે. પ્રિયંકા ઉપરાંત ફીમેલ લિસ્ટમાં બોલિવૂડ એકટ્રેસ દીપિકા પાદુકોણ આ લિસ્ટમાં બીજા ક્રમાંક પર છે જયારે સની લિયોની ત્રીજા ક્રમાંક પર છે. આ સર્વે બાદ જાણવા મળ્યું કે સલમાન ખાનને ઓકટોબર ૨૦૧૯માં ૧.૮૩ મિલિયન વખત સર્ચ કરવામાં આવ્યો છે.

મેલ સેલેબ્રિટીની વાત કરીએ તો સલમાન ખાન બાદ સૌથી વધારે સર્ચ કરાયેલા સ્ટારમાં શાહરૂખ બીજા ક્રમે છે જયારે અમરીશ પુરી ત્રીજા ક્રમાંક પર છે.

(3:44 pm IST)
  • ગાંધી પરિવારની સુરક્ષા પર સંસદમાં ધમાલઃ ભાજપ - કોંગ્રેસના સાંસદો આમને - સામને access_time 1:02 pm IST

  • સ્વરસામગ્રી લતા મંગેશકરની તબિયત સ્થિર છે ,તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે access_time 10:00 pm IST

  • સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકરને " ભારત રત્ન " ખિતાબ આપવા માટે કોઈની ભલામણની જરૂર નથી : અમે સત્તા ઉપર આવશું તો વીર સાવરકરને ભારત રત્ન ખિતાબથી નવાજશું : મહારાષ્ટ્રમાં ચૂંટણી સમયે ભાજપે કરેલી ઘોષણાં બાદ સત્તા નહીં મળતા સંસદમાં જવાબ access_time 8:22 pm IST