Gujarati News

Gujarati News

News of Monday, 20th November 2017

મોનસૂન શૂટઆઉટઃ નવાઝુદ્દિન સિદ્દકીનો ખતરનાક લૂક

ફિલ્મોમાં અલગ-અલગ અને ચોંકાવનારા તથા પડકારજનક રોલ કરવા માટે નવાજુદ્દિન સિદ્દીકી જાણીતો છે. હવે તેની ફિલ્મ 'મોનસૂન શૂટઆઉટ' આવી રહી છે. આ ફિલ્મનું ટીઝર રિલીઝ થયું છે. ૩૭ સેકન્ડનું આ ટીઝર જોરદાર વરસાદ સાથે શરૂ થાય છે. નવાઝ તેમાં એકદમ શાંત મૂડમાં છે, આમ છતાં શરૂથી અંત સુધી તે ખુબ જ ખતરનાક અંદાજમાં દેખાય છે. અમિત કુમારના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ ફેસ્ટીવલ્સમાં દેખાડવામાં આવ્યા બાદ ૧૫મી ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. નવાઝ સાથે વિજય વર્મા અને તનિષા ચેટર્જી મુખ્ય રોલમાં છે.

 

(9:18 am IST)