Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

છુટકી હવે બની ગઇ ગ્લેમરસ બાલા

ટીવી પરદે ખુબ પસંદ કરાયેલી સિરીયલ ફૂલવામાં નાનકડી છુટકીનો રોલ નિભાવી ઘર ઘરમાં જાણીતી બની ગયેલી બાળ કલાકાર જન્નત જુબેર હવે એકદમ બોલ્ડ અને ગ્લેમરસ બની ગઇ છે. તેની તસ્વીરો સતત વાયરલ થતી રહી છે. નાનકડી ઉંમરમાં દમદાર અભિનયથી જન્નતે વાહવાહી મેળવી લીધી હતી. હવે યુવાન થઇ ગયેલી જન્નતનું જે રીતે ટ્રાન્સફર્મેશન થયું છે એ જોઇને બધા દંગ રહી જાય છે.  જન્નત જુબેર હવે ઇન્સ્ટાગ્રામ સ્ટાર બની ગઈ છે. જન્નતના ૩૫.૫ મિલિયન ફોલોઅર્સ છે. તે કેટલાક સમયથી ટીવી પરદેથી દૂર છે. પરંતુ તેમ છતાં તે જાણીતી સોશિયલ મીડિયા સ્ટાર છે. જન્નતે દિલ મિલ ગયે શોથી ટીવી પરદે કારકિર્દી શરૂ કરી હતી. જેમાં તેણે તમન્નાનો રોલ નિભાવ્યો હતો. આ શોમાં કરણ સિંહ ગ્રોવર, જેનિફર વિન્ગેટ, કરણ વાહી અને દ્રષ્ટી ધામી હતાં. હાલમાં વીસ વર્ષની જન્નતે આઠ વર્ષની ઉમરથી જ અભિનય શરૂ કરી દીધો હતો.

(9:54 am IST)