Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

સંજય ખાનની આત્મકથા થઇ પ્રકાશિત

મુંબઈ: આજકાલ ખાન ત્રિપુટીનું બોલિવૂડમાં રાજ ચાલી રહ્યું છે પણ એક સમયે ફિરોઝ ખાન અને સંજય ખાનના નામના પણ બોલિવૂડમાં સિક્કા પડતાં હતા. સંજય ખાનની આત્મકથા જાણીતા પ્રકાશક પેન્ગવિન દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે. હાલ ૭૮ વર્ષના સંજય ખાને જીવનમાં બે વાર મોતને માત આપી છે. એકવાર ૧૯૮૯માં સ્વોર્ડ ઓફ ટીપુ સુલતાનના મૈસૂરમાં બનાવાયેલા સેટ પર આગ લાગતાં ટીપુની ભૂમિકા ભજવી રહેલાં સંજય ખાનને આગમાં ૬૫ ટકા દાઝી જવાથી ઈજા થઈ હતી. આ આગમાં ૫૨ જણાનાં મોત થયા હતાં પણ સંજય ખાન બચી ગયા હતા. બીજી વાર ૨૦૦૩માં તેમનું હેલિકોપ્ટર ક્રેશ થઈ તૂટી પડયું હતું.

(5:11 pm IST)
  • સુરત :ન્યુ સિવિલ હોસ્પિટલની ઘટના:માનસિક વોર્ડમાં તબીબ અને દર્દી વરચે બોલાચાલી દર્દીએ ગુસ્સામાં આવી વોર્ડમાં તોડફોડ કરી:ખટોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી access_time 8:37 pm IST

  • શકિતસિંહ ગોહિલે મુખ્યમંત્રી રૂપાણીને મોકલી લીગલ નોટીસઃ રૂપાણીના નિવેદન અંગે શકિતસિંહે ફટકારી નોટીસઃ બે અઠવાડીયામાં ખુલાસો આપવાનો કર્યો ઉલ્લેખઃ માનહાનિ અને દિવાની કેસ કરવા નોટીસ ફટકારી access_time 3:34 pm IST

  • રાજ્યમાં સ્વાઈન ફ્લૂનો કેર યથાવત્: સ્વાઈન ફ્લૂના વધુ 27 કેસ નોંધાયા: અમદાવાદમાં 16 અને વડોદરામાં 3 કેસ નોંધાયા. access_time 5:32 pm IST