Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

હવે મારે ગાવા અંગે ગંભીરતાથી વિચારવું છે: પરિણીતી ચોપરા

મુંબઈ:અભિનેત્રી પરિણિતી ચોપરાએ કહ્યું હતું કે હવે મારે ગાવા અંગે ગંભીરતાથી વિચારવું છે. અમારા પરિવારમાં લગભગ સૌએ સંગીતની તાલીમ તો લીધી છે. પરંતુ અત્યાર અગાઉ ગાવા અંગે સિરિયસલી વિચાર કદી કર્યો નહોતો.આગેવાન ફિલ્મ સર્જક વિપુલ અમૃતલાલ શાહની નમસ્તે ઇંગ્લેંડ ફિલ્મ માટે પરિણિતીએ પ્રસિદ્ધ પંજાબી ગાયક બાદશાહ સાથે ભરે બાઝાર ગીત ગાયું છે. અગાઉ યશ રાજની મેરી પ્યારી બિન્દુ ફિલ્મમાં પણ એણે એક ગીત ગાયું હતું. પરિણિતી અંગે બોલતાં બાદશાહે કહ્યંુ કે એનો કંઠ સરસ છે અને એના કંઠમાં એક પ્રકારની મેચ્યોરિટી છે. મેં એને ગાવાની બાબતમાં સિરિયસ થવાનું સૂચન કર્યું હતું અને એણે હા પાડી હતી. હંુ દ્રઢપણે માનું છું કે પરમાત્માએ આપેલી મધુર કંઠની બક્ષિસનો લાબ એણે લેવો જોઇએ. અત્યાર અગાઉ બાદશાહના હાર્ટલેસ વિડિયોમાં પણ પરિણિતીએ વોઇસ ઓવર કર્યો હતો. એ અંગે બોલતાં બાદશાહે કહ્યંુ કે આ પહેલેથી નક્કી કર્યા મુજબનું આયોજન નહોતુંં. અમે નમસ્તે ઇંગ્લેંડ માટે ગીત તૈયાર કરતાં હતાં ત્યારે એણે મારું હાર્ટલેસ આલ્બમ સાંભળ્યું અને એનાથી પ્રભાવિત થઇને એણે વોઇસ ઓવર કર્યું હતું. પરંતુ હવે એ  ગાવા બાબતમાં ગંભીરતાથી વિચાર કરવાની છે.નમસ્તે ઇંગ્લેંડ વિપુલની જ નમસ્તે લંડનની સિક્વલ છે. મૂળમાં અક્ષય કુમાર ચમક્યો હતો. સિક્વલમાં અર્જુન કપૂર ચમકી રહ્યો છે.

(4:38 pm IST)
  • એસટી વિભાગ દ્વારા લગ્નપ્રસંગે રાહતદરે બસ ફાળવાશે: વિજયભાઈ રૂપાણીના હસ્તે ફાળવાશે : ૪૫ નવી વોલ્વો બસ શણગારેલી મળશે access_time 3:19 pm IST

  • પાકિસ્‍તાની સૈનિકોએ બર્બરતાની હદ વળોટી : ભારતીય જવાન ઉપર ભયાનક ક્રૂરતા આચરી : આંખો કાઢી લીધી : વીજ કરંટ આપ્‍યા અને ગોળી ધરબી દીધી : બીએસએફનો જવાન આંતરરાષ્‍ટ્રીય સરહદે ફરજ બજાવતા શહીદ થયો : નરાધમોએ ગળુ કાપી નાખ્‍યુ : હવે યુદ્ધ એ જ કલ્‍યાણ : દેશવાસીઓમાં ફાટી નીકળેલો પ્રચંડ રોષ : પાકિસ્‍તાનને જબરો સબક શીખવવા ચારેકોર ઉઠેલી માંગણી access_time 12:47 pm IST

  • નાની બચત યોજનાના વ્યાજ દર વધ્યા : પીપીએફ- એનએસસી ઉપર ૮ ટકા જયારે કેવીપી ઉપર ૭.૭ ટકા વ્યાજ મળશેઃ સુકન્યા સમુધ્ધિ યોજનામાં ૮.૫ ટકા વ્યાજ મળશેઃ પીપીએફ તથા એનએસસી પર વ્યાજનો દર ૭.૬ ટકાથી વધારી ૮ ટકા કરાયોઃ ૧ ઓકટોબર થી ૩૧ ડિસેમ્બર સુધીમાં રોકાણ કરનારને મળશે લાભ access_time 1:37 pm IST