Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

કંગના રનૌત સામે નોંધાયો કેસ

મુંબઈ:કંગના રનૌતે ગયા વર્ષે બાન્દ્રાના પાલી હિલ વિસ્તારમાં રૂ. 20 કરોડના ખર્ચે આલીશાન બંગલો ખરીદ્યો હતો પણ મિલકત બાબતે હવે તે કાનૂની જાળમાં સપડાઈ છે. રિયલ એસ્ટેટના એક એજન્ટે કંગના, તેની બહેન રંગોલી અને અન્ય કર્મચારીઓ વિરુદ્ધ ખાર પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીએ જણાવ્યું છે કે કંગનાએ તેને દલાલીનાં પૂરતાં નાણાં ચૂકવ્યાં નથી.બીજી તરફ કંગનાએ દાવો કર્યો છે કે તેણે તેની ફાઇનાન્સ ટીમ વતી નિર્ધારિત કરાયા મુજબ 1 ટકો દલાલી ચૂકવી હતી, જ્યારે દલાલ હવે 2 ટકા દલાલી માગી રહ્યો છે.કર્મા રિયલટર્સના રિયલ એસ્ટેટ એજન્ટ પ્રકાશ જી. રોહિરાએ ગયા મહિનાના અંતમાં કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે કંગનાએ જે બંગલો ખરીદ્યો તેમાં તે એજન્ટ હતો અને કંગનાએ તેને દલાલીની પૂરતી રકમ ચૂકવી નથી.કંગનાની બહેને પોલીસને લેખિત જવાબ સુપરત કર્યો છે. જોકે ખાર પોલીસસ્ટેશને કંગના તરફથી હજી સુધી કોઈ લેખિત જવાબ મળ્યો હોવાનું જણાવ્યું છે.ફરિયાદી પ્રકાશ રોહિરા પોતાની ફરિયાદને વળગી રહ્યા હતા. તેમણે બાબત મીડિયામાં ઉછાળવા પ્રત્યે અણગમો દર્શાવ્યો હતો અને તમામ પક્ષકારો પુરાવા રજૂ કરે તેની રાહ જોવા કહ્યું હતું.

(3:38 pm IST)