Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

ઓફર મળતાં જ સાન્‍યાએ હા પાડી

સાન્‍યા મલ્‍હોત્રાને વધુ એક ફિલ્‍મ મળી ગઇ છે. દંગલ, પટાખા, બધાઇ હો, ફોટોગ્રાફ, શકુંતલા દેવી, લૂડો, પગલૈટ સહિતની ફિલ્‍મો કરી ચુકેલી સાન્‍યાની બે ફિલ્‍મો મિનાક્ષી અને લવ હોસ્‍ટેલ પણ આવી રહી છે. હવે તેને સાઉથની બ્‍લોક બસ્‍ટર ફિલ્‍મની હિન્‍દી રિમેક મળી ગઇ છે. આ ફિલ્‍મમાં રાજકુમાર રાવને પહેલા જ સાઇન કરી લેવામાં આવ્‍યો હતો. હવે તેની સાથે સાન્‍યાને લેવામાં આવી છે. સાન્‍યા મલ્‍હોત્રાએ હાલમાં જ સોશિયલ મીડિયાના પોતાના એકાઉન્‍ટ દ્વારા આ ફિલ્‍મ સાઇન કરી હોવાનું જણાવ્‍યું હતું. તેણે એક તસવીર મુકીને લખ્‍યું હચું કે, હિટની ટીમમાં સામેલ થઇને હું ખુશ છું. આ ફિલ્‍મ હિંન્‍દી રીમેકને ટી-સીરીઝ અને દિલ રાજુના પ્રોડકશન હેઠળ બનાવામાં આવશે. તેલુગુ ફિલ્‍મનો કોન્‍સેપ્‍ટ મને ખુબ ગમ્‍યો હતો. તેની રિમેકની ઓફર આવી એ સાથે જ હા પાડી દીધી હતી. આ એક રસપ્રદ થ્રિલર કહાની છે. ૨૦૨૦માં રિલીઝ  થયેલી તેલુગુ ફિલ્‍મ હિટ પોલીસ ઓફિસર વિક્રમની કહાની છે, જે પોતાના ભયાનક ભૂતકાળ સાથે લડતા લડતા પ્રીતિ નામની એક યુવતીના અપહરણના કેસમાં સફળતા મેળવે છે.

(10:17 am IST)