Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

બ્રુસ લીનું મૃત્યુ આજે પણ રહસ્યમય છે

  પૂરૃં નામ : બ્રુસ લી, જન્મ : ર૭ નવેમ્બર ૧૯૪૦ અમેરિકાના સેનફ્રાન્સિસ્કો, પિતા : લી હોઈ-ચ્યુએન, માતા : ગ્રેસ હો, કાર્યક્ષેત્ર : ફિલ્મ અભિનેતા ૧૯૬૩-કુંગ ફુ સંસ્થા ખોલી , મૃત્યુ : ર૦ જુલાઈ ૧૯૭૩ ,  બ્રુસલીનો જન્મ ર૭ નવેમ્બર ૧૯૪૦એ અમેરિકાના સેન ફ્રાન્સિસ્કો ચાઈના ટાઉનમાં જૈક્શનસ્ટ્રીટ હોસ્પિટલમાં એક ચીની પરિવારમાં  થયો હતો. ચીન કેલેન્ડર અનુસાર તેમનો જન્મ ડ્રૈગન વરસમાં થયો હતો. બ્રુસલી પોતાના માતા-પિતાનીપાંચમા સંતાનોમાં ચોથા સંતાન હતા. ૧૯૪૧માં તેમના માતા-પિતા પોતાની જન્મભૂમિ હોંગકોંગ પાછા આવ્યા. તેમનું શિક્ષણ તે જ હોંગકોંગમાં થયંું. ૧ર વરસની ઉંમરમાં તેમણે  લા  સાલે કોલેજમાં પ્રવેશ લીધો.૧૯પ૩થી તે કુંગફુંગના વર્ગલેવા લાગ્યા. ૧૯પ૪માં તેમણે ચાચા નૃત્યુ શીખ્યું અને આગલા વરસે ચેમ્પિયશીપ પણ જીતી. એની બ્રુસ લી એવા અભિનેતા, માર્શલ  આર્ટિસ્ટ હતા. જેમણે પોતાના નાનકડા જીવનમાં દુનિયામાં એક અલગ અમિટ   છાપ છોડી બ્રુસલી માત્ર ૬ વરસની ઉંમરમાં જ  લગભગ ર૦ ફિલ્મોમાં કામ કરી ચૂક્યા હતા. ૧૯૮પમાં તેમણે ધી ઓર્ફન નામની ફિલ્મમાં મુખ્ય બાળ કલાકારની ભૂમિકા નિભાવી હતી. તેમની આ એકમાત્ર એવી ફિલ્મ હતી જેમાં તે લડતાં દેખાયા નહોતા. પિતાના કહેવા પર બ્રુસલી૧૦૦ ડોલર ખિસસામાં  રાખીને અમેરિકા જતા રહ્યા અને ત્યાં તેમના પિતાનામિત્રને ત્યાં રેસ્ટોરન્ટમાં વેટરની નોકરી કરવા લાગ્યા. ૧૯૬૩માં તેમણે પોતાની પ્રથમ કુંગ ફૂ સંસ્થા ખોલી. બ્રુસલીની પ્રથમ મોટી ફિલ્મ૧૯૭૧માં આવેલ 'યે બિગબોસ' નામની ચાઈનીસ ફિલ્મ હતી. જેમાં તેમનો મુખ્ય અભિનેતાનો રોલ હતો. બ્રુસલીની ભિડં ચાલ ક્યારેક ક્યારેક એટલી તે જહતી કે તેમને તે સમયના પરંપરાગત ર૪ ફ્રેમ પ્રતિ સેકન્ડનો ઉપયોગ કરીને સ્પષ્ટ ધીમી ગતિ માટે ફિલ્મ પર ચિત્રાંકિત કરવા ઘણા મુશ્કેલ હતા.  એટલે ઘણા  દૃશ્યોને સારી સ્પષ્ટતા માટે ૩ર ફ્રેમ  પ્રતિ સેકન્ડ ફિલ્માવવામાં આવ્યા. બ્રુસ લીની ગતિ એટલી તેજ હતી કે એક વ્યક્તિની ખુલ્લી હથેળીથી તેેને બંધ કરવાથી પહેલાં એક ડાઈમ છીનવી શકતા હતા અને એક સિક્કાને પાછળ છોડી શકતા હતા. બ્રુસલી ચોખાના દાણાને ઉપર હવામાં ફેંકીને પછી તેને વચ્ચે  ઉડાનમાં જ ચોપસ્ટિકથી પકડી શકતા હતા. બ્રુસલી એ ખતરનાક ડ્રાઈવર પણ હતા. બ્રુસ લી એક સાથે ૩-૪કામ કરી શકતા હતા. જેમ કે ચોપડી વાંચવાની સાથે ટીવી જોવું અને વજન ઉઠાવવું. બ્રુસલી ૬ ઈંચ (૧પ સે.મી.)મોટા લાકડાના તખતાને તોડી શકતા હતા. બ્રુસલીએ સર્જરીથી પોતાનો પરસેવો બનાવનારી ગ્રંથિને કઢાવી નાખી હતી. 

બ્રુસ લીનું મૃત્યુ ર૦જુલાઈ ૧૯૭૩એ થયું . બ્રુસલીનું મોત અત્યાર સુધી રહસ્યમય છે. આમ  તો તેમની મોત માટે ઘણી સ્ટોરીઓ બનાવવામાં આવી રહી છે. પરંતુ એવું માનવામાં આવે છે કે તેમનું મૃત્યુ એક પેઈન કિલર લેવાથી થયું હતું.  (૪૦.૩)

(3:41 pm IST)