Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

હનીમુન માટે અમેરિકા ગયો મહાક્ષય ચક્રવર્તી

મિથુન ચક્રવર્તીનો દિકરો મિમહો, જેને મહાક્ષય તરીકે પણ ઓળખવામાં આવે છે તે હાલમાં સાઉથની એકટ્રેસ મદાલસા શર્મા સાથે હનીમુન માટે અમેરિકા ગયો છે. મિમહો દસ જુલાઇએ સાઉથની એકટ્રેસ મદાલસા શર્મા સાથે ઊટીમાં લગ્ન કર્યા હતાં. તેઓ સાત જુલાઇએ ઊટીમાં લગ્ન કરવાનાં હતાં. જોકે લગ્નમંડપમાં પોલીસ આવી જતાં એ કેન્સલ કરવામાં આવ્યાં હતાં. મિમોહ આગોતરા જામીન હેઠળ બહાર છે. તેના પર એક ભોજપુરી એકટ્રેસે બળાત્કાર, છેતરપીંડી અને ધમકીનો આરોપ મુકયો છે. આમ છતાં મદાલસાએ મિમોહ સાથે લગ્ન કર્યા છે. મદાલસાએ સોશ્યલ મીડિયા પર શેર કરેલો ફોટો કેલિફોર્નિયાની બેવર્લી હિલ્સનો છે.

(3:36 pm IST)