Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

જ્હાન્વી અને ઇશાનની લવસ્ટોરી 'ધડક' આજથી રિલીઝ

આજથી નિર્માતા કરણ જોહર, હિરૂ યશ જોહર અને અપૂર્વ મહેતા તથા નિર્દેશક શશાંક ખેતાનની ફિલ્મ 'ધડક' રિલીઝ થઇ છે. ફિલ્મમાં સંગીત અજય અતુલનું અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક જ્હોન સ્ટુઅર્ટ એડુરીનું છે. લેખન અને સ્ક્રીન પ્લે શશાંકના છે. મરાઠી ફિલ્મ સૈરાટની આ હિન્દી રિમેક છે. ફિલ્મમાં શ્રીદેવીની દિકરી જ્હાન્વી કપૂર અને શાહિદ કપૂરનો ભાઇ ઇશાન ખટ્ટર મુખ્ય રોલમાં છે. ૧૩૭ મિનીટની આ ફિલ્મ રાજસ્થાનની પૃષ્ઠભૂમિ પર બનાવાઇ છે, જે એક લવસ્ટોરી છે. ફિલ્મમાં અંકિત બિસ્ટ, આદિત્ય કુમાર, શ્રીધર વત્સર, આદિત્ય કુમાર, ઐશ્વર્યા નારકર, ખારજ મુખર્જી, આશુતોષ રાણાના પણ મહત્વના રોલ છે. ફિલ્મના ગીતો અને ટ્રેલરે ખુબ જમાવટ કરી છે. જ્હાન્વીની આ પ્રથમ ફિલ્મ છે. ઇશાનની એક ફિલ્મ બેયોન્ડ ધ કલાઉડ્સ અગાઉ રિલીઝ થઇ ચુકી છે. ફિલ્મમાં ઇશાનનો રોલ મધુકરનો અને જ્હાન્વીનો રોલ પાર્થવીનો છે.

(9:27 am IST)