Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

'ઉરી' માટે વીસ કિલો વજન વધાર્યુ વિક્કી કૌશલે

બોલીવૂડમાં વિક્કી કોૈશલની માંગ વધી ગઇ છે. ફિલ્મ સંજૂમાં તેના રોલને ખુબ પ્રશંસા મળી છે. ફિલ્મમાં તે સંજૂના ખાસ મિત્ર કમલેશના રોલમાં જોવા મળ્યો છે. હવે તે નવી ફિલ્મ 'ઉરી'ના શુટીંગમાં વ્યસ્ત થયો છે. વિક્કી આ ફિલ્મમાં એક સૈનિકના પાત્રમાં છે. આ માટે તેને ખુબ મહેનત કરવી પડી છે. આ રોલ માટે તેણે વીસ કિલો વજન વધાર્યો છે. પહેલા તે ૭૦ કિલોનો હતો, હવે ૯૦ કિલો વજન થઇ ગયું છે. વિક્કીએ સખ્ત તાલિમ લઇને શરીરને મજબુત બનાવ્યું છે. શારીરિક શ્રમ ઉપરાંત ડાયેટનું પણ ખુબ ધ્યાન રાખ્યું છે. ફિલ્મનું શુટીંગ સર્બિયામાં થઇ રહ્યું છે. આ માટે તે સવારે અને સાંજે કાર્ડિયો એકસરસાઇઝ પણ કરી રહ્યો છે. ૨૦૧૬માં કાશ્મીરના ઉરીમાં થયેલા આતંકી હુમલા પરથી આ ફિલ્મ બની રહી છે. જેમાં યામી ગોૈતમ વકિલના રોલમાં છે. દેવો કે દેવ મહાદેવ ટીવી શો ફેઇમ મોહિત રૈના પણ આ ફિલ્મથી બોલીવૂડમાં એન્ટ્રી કરશે.

(9:26 am IST)