Gujarati News

Gujarati News

News of Sunday, 20th June 2021

પૂનમ પાંડેએ કહ્યું -WTCની ફાઇનલમાં ભારત આ વખતે જીતી ગયુ તો હું કપડાં ઉતારી દઇશ

પૂનમ પાંડેએ આ રીતે ભારતની જીત પર સ્ટ્રીપ કરવાની જાહેરાત કરી

મુંબઈ :અભિનેત્રી પૂનમ પાંડેએ ફરી એકવાર વિવાદિત નિવેદન આપ્યુ છે. પૂનમ પાંડેએ કહ્યું હતું કે ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ મેચમાં ભારતીની જીત પર દેશને ચીયર કરવા માટે તે સ્ટ્રીપ કરશે. આ પહેલીવાર નથી જ્યારે પૂનમ પાંડેએ આ રીતે ભારતની જીત પર સ્ટ્રીપ કરવાની જાહેરાત કરી છે, પરંતુ અગાઉ પણ પૂનમ પાંડે ક્રિકેટ ટીમ માટે વર્લ્ડકપમાં આ નિવેદન આપ્યુ હતુ.

સ્પૉટબૉય સાથે વાતચીત કરતા પૂનમ પાંડેએ કહ્યું કે, ક્રિકેટ ચાલુ છે? લોકો ક્રિકેટ રમી રહ્યાં છે? અને જો એવુ થઇ રહ્યું છે શું હુ ફરીથી કહુ કે જો ભારત આ વખતે જીતી ગયુ તો હું કપડાં ઉતારી દઇશ? મને આ વિશે કોઇ જાણકારી નથી. હું ઘરે પાછી જઇશ, હું તપાસ કરીશ અને જો પૉસિબલ હશે તો વિવાદ વિશે વિચારીશ.

 આ દરમિયાન પૂનમ પાંડેના પતિ સેમ બૉમ્બેએ કહ્યું શું હું પણ સ્ટ્રીપ કરી શકુ છુ? આના પર પૂનમે જવાબ આપ્યો. તમે સ્ટ્રીપ કરવા માંગો છો? ઇન્ડિયા હારી જશે પ્લીઝ આમ ના કરતા.

 અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2011 વર્લ્ડકપ દરમિયાન પૂનમ પાંડેએ ભારતીય ક્રિકેટ ટીમને ચીયર કરતા કહ્યું હતુ કે જો ભારતીય ક્રિકેટર્સ વર્લ્ડકપ લઇને આવે છે તો તે ન્યૂડ થઇને બતાવશે. ભારતે 2011 વર્લ્ડકપ જીત્યો હતો, જોકે એવુ ન હતુ થયુ જેનુ કારણ પૂનમ પાંડેને બીસીસીઆઇ પાસેથી મંજૂરી ના મળવાનુ બતાવ્યુ હતુ.

એક્ટ્રેસ પૂનમ પાંડે પોતાના બૉલ્ડ અંદાજ અને હૉટ અદાઓના કારણે છવાયેલી રહે છે. સાથે પૂનમે આના પર પોતાના માતા-પિતાના ફેંસલા અંગે પણ બતાવ્યુ હતુ. પૂનમ પાંડેએ કહ્યું કે – મારા પેરેન્ટ્સ અને બધા લોકો મારા ફેંસલાથી ખુબ જ ખુશ છે, પહેલા થોડા હેરાન હતા પરંતુ હવે તે તો પુરેપુરો સપોર્ટ કરી રહ્યાં છે. તેને કહ્યું આનાથી આખા દેશમાંથી પણ મને પુરેપુરો રિસ્પૉન્સ મળ્યો હતો. બધા મને સપોર્ટ કરી રહ્યાં છે અને આમ કરવા માટે બધા કહી રહ્યાં છે.

પૂનમ પાંડેનુ કહેવુ છે કે હું કોઇ ક્રાઇમ નથી કરી રહી, હું ક્રિકેટને પ્રેમ કરુ છે અને હું આ આખા દેશ અને ક્રિકેટ પ્રેમીઓ માટે કરી રહી છું. દેશમાં દરેક વ્યક્તિને ક્રિકેટથી પ્રેમ છે. હું આ પહેલા પણ કેટલાય આવા શૂટ્સ કરાવી ચૂકી છું, અને હવે આવુ શૂટ દેશ માટે પણ કરવા માંગુ છુ, હું કંઇક મોટુ કરવા માંગુ છું, અને મને લોકોનો ડર નથી.

(7:05 pm IST)