Gujarati News

Gujarati News

News of Thursday, 20th May 2021

ઓગષ્ટમાં રિલીઝ થશે અલ્લુની પુષ્પાઃ સાથે રશ્મિકાની ભુમિકા

સાઉથના સુપરસ્ટાર અલુ અર્જુનના બોલીવૂડમાં પણ મોટી સંખ્યામાં ચાહકો છે.  હાલમાં અલ્લુ તેની ફિલ્મ પુષ્પાને કારણે ખુબ ચર્ચામાં છે. આ ફિલ્મમાં અલ્લુ સાથે અભિનેત્રી રશ્મિકા મંદાના મુખ્ય ભુમિકામાં છે. રશ્મિકા બોલીવૂડમાં પણ હાલમાં કામ કરી રહી છે. પુષ્પાને બે ભાગમાં બનાવવામાં આવશે તેવું નિર્માતાઓએ જાહેર કર્યુ છે. આ ફિલ્મની કહાની અને પાત્રોને યોગ્ય રીતે રજૂ કરવા માટે વધુ સમયની જરૂર પડશે. આ માટે બે ભાગ બનાવવા જરૂરી છે. ફિલ્મનો પહેલો ભાગ આ વર્ષે ઓગષ્ટમાં રિલીઝ થશે. બીજો ભાગ આવતા વર્ષે રિલીઝ કરવામાં આવશે. અલ્લુના જન્મદિવસે આઠમી એપ્રિલે ફિલ્મનું પહેલુ પોસ્ટર રિીઝ થયું હતું. જેમાં તેનો લૂક જબરદસ્ત છે. ફિલ્મના પહેલા ભાગનું એંસી ટકા શુટીંગ પુરૂ થઇ ગયું છે. અઢીસોથી ત્રણસો કરોડના અધધધ ખર્ચથી આ ફિલ્મ બની રહી છે. તેલુગુ, તમિલ, કન્નડ, મલયાલમ અને હિન્દી ભાષામાં રિલીઝ થશે. એકશન થ્રિલર એવી આ ફિલ્મની કહાની આંધ્રપ્રદેશના પહાડોમાં થતી રકતચંદનની તસ્કરી પર આધારીત છે.

(10:21 am IST)