Gujarati News

Gujarati News

News of Wednesday, 20th May 2020

ઘરમાં કયાં શું છે અને કેવી રીતે ઘર ચાલે છે એ પોતે જાણવું જરૂરી છેઃ બિગબી

અમિતાભ બચ્ચન તેમની સાઇકલ પર કયાં જવા માગે છે? : અમિતાભ બચ્ચને એક વિડિયો શેર કરી તેમને સાઇકલ પર કયાં જવું છે એ વિશે વાત કરી છે. તેમણે શેર કરેલા વિડિયોમાં એક વ્યકિત પાણી પર સાઇકલ ચલાવી રહ્યો છે અને પાણીમાં વાદળનું પ્રતિબિંબ જોવા મળી રહ્યું છે. આ વિડિયોને શેર કરી બિગ બીએ કેપ્શન આપી હતી કે મારે પણ મારી સાઇકલ પર ત્યાં જવું છે.

મુંબઇ તા. ર૦: અમિતાભ બચ્ચનનું કહેવું છે કે ઘરમાં કયાં શું મૂકયું છે અને ઘર કેવી રીતે ચાલે છે એ વિશે દરેકને ખ્યાલ હોવો જોઇએ. કોરોના વાઇરસને કારણે લોકડાઉન હોવાથી તેઓ ઘરમાં છે અને ઘર વિશે માહિતી મેળવી રહ્યા છે. તેમના માટે ઘણા લોકો ઘરમાં કામ કરવા માટે છે અને એથી જ તેમને આજ સુધી આ વિશે જાણકારી મેળવવાનો સમય નહોતો મળ્યો. આ વિશે અમિતાભ બચ્ચનનું કહેવું છે કે 'અમુક સંજોગો અને પરિસ્થિતિમાં વ્યકિત કેટલીક બાબતો વગર ચલાવતાં શીખી જાય છે અથવા તો એનો પર્યાય શોધી કામને પુરૃં કરે છે. આ કોઇ દુઃખની વાત નથી, પરંતુ આપણી દરેકની અંદર છુપાયેલી એક કવોલિટી છે. આપણે કોઇપણ ઇનોવેટિવ આઇડિયા દ્વારા આપણો રસ્તો શોધી કાઢીએ છીએ અને રસ્તામાં આવતી દરેક મુશ્કેલીનો સામનો કરીએ છીએ આપણે એક રૂટીનમાં રહેવા માટે ટેવાયેલા છીએ અને એથીજ આપણી લાઇફમાં બદલાવ આવે ત્યારે આપણને તકલીફ પડે છે, કારણ કે આપણે આપણી કમ્ફર્ટેબલ લાઇફમાં એના પર્યાય વિશે વિચાર જ નહોતો કર્યો. એવું ઘણું કામ હોય છે જે આપણે જ કરવું જોઇતું હોય છે, પરંતુ આપણે કરતા નથી. ઘરમાં કયાં શું મુકયું હોય છે અને એ કેવીરીતે ચાલે છે એ આપણે દરેકે જાણવું જોઇએ. આપણા માટે કામ કરતી વ્યકિતઓ પર બધું છોડવા કરતાં આપણે પોતે કામ કરવું જોઇએ. રૂમ, બાથરૂમ અને લોન્ડ્રી જાતે કરો તો તમને પણ અહેસાસ થાય છે કે તમે જે કામ કર્યું હોય એને સાફ કરતી વખતે તમારા ઘરનો સ્ટાફ કેવી પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યો હોય છે.'

(2:43 pm IST)