Gujarati News

Gujarati News

News of Wednesday, 20th May 2020

મારેમાટે છેલ્લાં કેટલાંક અઠવાડિયાં ખૂબ મુશ્કેલ રહ્યા છે : દીપિકા પાદુકોણ

મુંબઇ,તા. ૨૦ : દીપિકા પાદુકોણનું કહેવું છે કે છેલ્લાં કેટલાંક અઠવાડિયાં તેને માટે ખૂબ જ મુશ્કેલ રહ્યાં છે, કોરોના વાઇરસને કારણે ઇન્ડિયામાં માર્ચથી લોકડાઉન છે અને એને કારણે ભવિષ્યને લઈને લોકોને ખૂબ ચિંતા થઈ રહી છે. દીપિકા મેન્ટલ હેલ્થને લઈને પહેલેથી ખૂબ જ સજાગ છે અને એથી જ આ સમયે પણ એની ખૂબ કાળજી લેવી જોઈએ એવું દીપિકા માને છે. આ વિશે દીપિકાએ કહ્યું હતું કે  મને ખાતરી છે કે આપણે બધા એ વાતથી સહમત થતા હોઈશું કે છેલ્લાં કેટલાંક અઠવાડિયાં આપણા માટે ખૂબ જ મુશ્કેલ રહ્યાં છે. ભવિષ્યની ચિંતા, લોકો જીવ ગુમાવી રહ્યા છે અને સાથે જ દ્યણા લોકો ફેમિલીથી દૂર હોવાથી તેમની ચિંતા થાય છે. આ પ્રકારની પરિસ્થિતિ માનસિક બીમારીને નોતરે છે. આપણે બધાએ આ મેન્ટલ બીમારીથી દૂર રહેવા માટે આપણને ગમતાં હોય એવાં કામ કરવાં જોઈએ અને પોતાને બિઝી રાખવા જોઈએ.

(2:42 pm IST)