Gujarati News

Gujarati News

News of Wednesday, 20th May 2020

લોકોને ગમી રહ્યા છે શિલ્પાના મજેદાર વિડીયો

બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી સોશિયલ મિડીયા પર સતત ધમાલ મચાવી રહી છે. તેણે ટિકટોક પણ જોઇન્ટ કર્યુ છે અને સતત અહિ તેના વિડીયો પોસ્ટ કરતી રહે છે. શિલ્પાએ મજેદાર વિડીયો સાથે ટિકટોકની દુનિયામાં ટોચના પ્રથમ પચાસ નંબરોમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. તેના ટિકટોક પર અકે કરોડ તોંતેર લાખ ફોલોઅર્સ થઇ ગયા છે.

શિલ્પાએ કહ્યું હતું કે આપણ બધા અસામાન્ય અને અજીબ સ્થિતિમાં છીએ. મને એ જ બાબત પરેશાન કરી રહી છે કે વાયરસ સિવાયની એવી અનેક ઓછી બાબતો છે જે પોઝિટિવ હોય.

આ સંકટના સમયમાં મેં રાહત માટે વિડીયો દ્વારા મારું પોતાનું મનોરંજન કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં મારા પતિ પણ સામેલ થયા હતાં. મને આ લોકડાઉનમાં અભિનેતા તરીકે એક માત્ર મારા પતિ જ મળ્યા હતાં. શિલ્પાના રમૂજી ટિકટોક વિડીયો તેના ચાહકો અને બીજા લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. પુત્ર વિવાન અને પતિ રાજ કુન્દ્રા તથા બહેન શમિતા શેટ્ટી સાથે શિલ્પા મજેદાર વિડીયો બનાવે છે જે પોસ્ટ થતાં જ વાયરલ થતાં રહે છે. શિલ્પા હવે હંગામા-૨ ફિલ્મની રાહ જોઇ રહી છે. જે લોકડાઉન બાદ રિલીઝ થશે.

(10:18 am IST)