Gujarati News

Gujarati News

News of Wednesday, 20th May 2020

શિવાંગી છ વર્ષમાં જ મેળવી લીધી સફળતા

છ સાત વર્ષ પહેલા શિવાંગી જોષીને ભાગ્યે જ કોઇ ઓળખતું હશે. આજે શિવાંગીને તેના નામ ઉપરાંત ચાહકો નાયરાના નામથી પણ ઓળખે છે. તેણે છએક વર્ષમાં જ એવી સફળતા મેળવી લીધી છે જે બધા લોકોથી શકય બનતું હોતું નથી. અઢારમીએ શિવાંગીએ પોતાનો જન્મ દિવસ ઉજવ્યો હતો. દહેરાદૂનમાં રહેતી શિવાંગીએ ૨૦૧૩માં ટીવી પરદે ખેલતી હૈ જિંદગી આંખ મિચોલી થકી અભિનય કારકિર્દી શરૂ કરી હતી. તેનો જન્મ પુણેમાં થયો હતો. શુટીંગના પહેલા દિવસે જ સેટ પર શિવાંગીને અનેક લોકોની મજાકનો સામનો કરવો પડ્યો હતો. લોકોએ એવી એવી વાતો કરી હતી કે તે ખુબ જ દુઃખી થઇ ગઇ હતી અને હીબકા ભરી ભરીને રડી હતી. આ વાત ખુદ શિવાંગીએ જણાવી હતી.  તે કહે છે શુટીંગના પહેલા દિવસે એ પણ ખબર નહોતી કે  કેમેરાની સામે જોવાનું હોતું નથી. શુટીંગ શરૂ થતાં જ તેણે કેમેરા સામે જોતાં નિર્દેશકે કટ કહી દીધું હતું. ત્યારે કેટલાકે તો આ બચ્ચી છે, કયાંથી લાવ્યા?  શિવાંગીએ બેઇન્તહા, બેગુસરાય સહિતના શો કર્યા છે. પણ યે રિશ્તા કયા કહેલાતા હૈ શોએ તેને નામના અને ઓળખ અપાવી છે.

(10:18 am IST)