Gujarati News

Gujarati News

News of Wednesday, 20th May 2020

એલી અવરામના ડાન્સે આગ લગાડી

અભિનેત્રી એલી અવરામ લોકડાઉનમાં ઘરમાં રહી પોતાના પરિવારજનો સાથે સમય વિતાવી રહી છે. બીજા સેલિબ્રિટીસની જેમ જ તે પણ સોશિયલ મિડીયા થકી પોતાના ચાહકો સાથે સંપર્કમાં રહે છે. તે સતત નવી-નવી તસ્વીરો અને વિડીયો પોસ્ટ કરતી રહે છે. તાજેતરમાં એલીએ પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડીયો પોસ્ટ કર્યો હતો. જેમાં તે ડાન્સ કરતી જોવા મળી  રહી છે. ડાન્સ કરવાની સાથે તે પોતુ કરતી  પણ જોવા મળી રહી છે. તેનો આ વિડીયો જોઇ ચાહકો વાહ-વાહ કરી રહ્યા છે. અમુકે તો કોમેન્ટ્સમાં લખ્યું છે કે એલીએ આગ લગાડી દીધી. એલીએ બોલીવૂડમાં ૨૦૧૩માં મિક્કી વાયરસ ફિલ્મથી અભિનય શરૂ કર્યો હતો. જેમાં મનિષ પોલ તેનો હીરો હતો. છેલ્લે તે મોહિત સૂરીની ફિલ્મ મલંગમાં જોવા મળી હતી. કિસ કિસ કો પ્યાર કરુ, નામ શબાના સહિતની ફિલ્મો અને આઇટમ સોંગ કર્યા છે. ટીવી પરદે તે બિગ બોસ-૭, કોમેડી નાઇટ્સ વિથ કપિલ, ધ વોઇસ ઓફ ઇન્ડિયા, ગ્રેટ ઇન્ડિયન લાફટર ચેલેન્જ સહિતના શો કરી ચુકી છે. જો કે અભિનય કારકિર્દીની શરૂઆત તેણે સ્વીડનમાં કરી હતી.

(10:17 am IST)