Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2024

ધ ફેમિલી મેનની ત્રીજી સીઝન આવતા વર્ષે એમેઝોન પ્રાઇમ પર થશે સ્ટ્રીમ

મુંબઈ: એમેઝોન પ્રાઇમની સુપરહિટ વેબ સિરીઝ 'ધ ફેમિલી મેન'ની બે સીઝન આવી ગઈ છે, દર્શકો હવે તેના ત્રીજા ભાગની રાહ જોઈ રહ્યા છે. આ વેબ સિરીઝમાં મનોજ બાજપેયી એક ડિટેક્ટીવની ભૂમિકામાં છે જે આ વાત પોતાના પરિવારથી છુપાવે છે. સાઉથ ઈન્ડિયન એક્ટ્રેસ પ્રિયામણિ તેમાં તેની પત્નીનો રોલ કરી રહી છે. પ્રથમ સિઝનએ OTT પર હલચલ મચાવી હતી.બીજી સિઝનમાં અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ આતંકવાદીની ભૂમિકામાં હતી. બંને સિઝન હિટ રહી હતી અને ત્યારથી લોકો તેની ત્રીજી સિઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.તેની ત્રીજી સિઝન ટૂંક સમયમાં રિલીઝ થશે. શોના લીડ સ્ટાર મનોજ બાજપેયીએ જણાવ્યું કે 'ધ ફેમિલી મેન-3' એમેઝોન પ્રાઇમ પર રિલીઝ થશે. તેનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. આ વખતે તેનું પાત્ર વધુ રસપ્રદ બનશે. સિરીઝમાં તેની પત્નીની લવ સ્ટોરી બતાવવામાં આવશે.

 

(5:37 pm IST)