Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

અભિનેત્રી રાધિકા આપ્ટેને મળી હોલીવુડ ફિલ્મ

મુંબઈ: બૉલીવુડ અભિનેત્રી રાધિકા આપ્ટે સિલ્વર સ્કિન પર બ્રિટિશ જાસુસની ભૂમિકા ભજવશે.સલમડોગ મિલિયેનર ફેમ રાધિકા આપ્ટે 'ધ વેડિંગ ગેસ્ટ' પછી વધુ એક હોલીવુડ ફિલ્મ સાઈન કરી છે. રાધિકા પાટે બીજા વિશ્વ યુદ્ધ પર આધારિત એક મહિલા પ્રધાન ફિલ્મમાં કામ કરશે.આ ફિલ્મ વિસ્ટન ચર્ચિલના 'સિક્રેટ આર્મી'ના જાસુસની અસલી કહાની પર આધારિત છે. આ ફિલ્મમાં રાધિકા ભારતીય મૂળની નૂર ઇનાયત ખાનની ભૂમિકા ભજવશે.જે પહેલી વાયરલેસ ઓપરેટર અને બ્રિટિશ જાસૂસ હતી.

(4:57 pm IST)