Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

ચિરંજીવીની ફિલ્મમાં તમન્નાને મળ્યો રોલ

બાહુબલીમાં ખુબસૂરત અદાઓ થકી અને યુધ્ધ કૌશલથી સૌના દિલ જીતી ચુકેલી તમન્ના ભાટીયા હવે ચિરંજીવીની અનેક ભાષામાં બની રહેલી ફિલ્મ 'સે રા નરસિમ્હા'માં પણ જોવા મળશે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચને પણ ખાસ રોલ ભજવ્યો છે. આ ફિલ્મના તેલુગૂ ભાગ માટે તમન્નાને સાઇન કરવામાં આવી છે. તમન્ના હાલમાં કંગના રનૌતની ફિલ્મ કવીનની તેલુગૂ રિમેકમાં કામ કરી રહી છે. તમન્નાએ કહ્યું હતું કે અમિતાભ બચ્ચન અને ચિરંજીવી જેવા દિગ્ગજ કલાકારો સાથે ફિલ્મ કરવી એ સોૈભાગ્યની વાત છે. આ ફિલ્મ સાથે જોડાવું એ રાષ્ટ્રીય ગર્વની પણ બાબત છે. મારે મારા રોલ માટે ખાસ મહેનત કરવી પડશે. તમન્ના અગાઉ ચિરંજીવીના પુત્ર રામચરણ તેજા સાથે કામ કરી ચુકી છે. સે રા નરસિમ્હા ફિલ્મ દક્ષિણ ભારતના જાણીતા સ્વતંત્ર સેનાની ઉયાલ્લવાડા નરસિમ્હા રેડ્ડીના જીવન પરની ફિલ્મ છે. ૧૮૪૬માં તેણે અંગ્રેજો સામે બગાવતનું બ્યુંગલ ફૂંકયુ હતું.

(10:09 am IST)