Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

આજથી 'નાનુ કી જાનુ', 'હાઇજેક', 'ઇશ્ક તેરા' અને 'બેયોન્ડધ કલાઉડ્સ' રિલીઝ

આ શુક્રવારથી ચાર ફિલ્મો રિલીઝ થઇ છે. તમામ ફિલ્મો અલગ-અલગ જોનરની અને દિલચશ્પ છે. દર્શકો પાસે પોતાની પસંદગીની ફિલ્મ જોવા માટેનો મોટો અવકાશ રહેશે. જો કે આઇપીએલની અસર ફિલ્મો પર પડી શકે છે. તો એક સાથે આટલી ફિલ્મો આવવાને કારણે કલેકશનને પણ માઠી અસર પડે તેવી શકયતા છે.

ફિલ્મ 'નાનુ કી જાનુ'ના નિર્માતા સાજીદ કુરેશી અને નિર્દેશક ફરાઝ હૈદર છે. ફિલ્મનું લેખન મનુ રિષીએ કર્યુ છે. સંગીત મીત બ્રધર્સનું છે. ફિલ્મમાં અભય દેઓલ, પત્રલેખા પોૈલ, બ્રિજેન્દ્ર કાલા, મનુ રિષી,  રાજેશ શર્મા, હિમાની શિવપુરી સહિતના કલાકારોએ અભિનય આપ્યો છે. સપના ચોૈધરી એક આઇટમ સોંગમાં જોવા મળશે. અલગ ફિલ્મો કરવા માટે જાણીતો અભય લાંબા સમય પછી ચાહકોને શું નવું આપે છે? તે ફિલ્મ જોયા પછી ખબર પડશે. નાનુ (અભય) દિલ્હીમાં જમીન માફીયા એજન્ટ નાનુના રોલમાં છે. તે જિંદગીમાં અનેક ઉતાર-ચઢાવનો સામનો કરી રહ્યો છે. ત્યાં અચાનક તેના ઘરે વણનોતર્યા મહેમાન આવે છે અને કહાનીમાં વળાંક આવે છે. કોમેડી ડ્રામા પ્રકારની આ ફિલ્મ છે.

બીજી ફિલ્મ 'હાઇજેક'ના નિર્માતા અરૂણ પ્રકાશ, વિકાસ બહલ, વિક્રમાદિત્ય

મોટવાની, મધુ મંટેના અને નિર્દેશક આકર્ષ ખુરાના છે. ફિલ્મમાં સંગીત

ન્યુકિલયા, શ્વેતાંગ શંકર, સ્લોચિતા, રજત તિવારી, અનુરાગનું છે. સુમિત વ્યાસ, સોનાલી સેહલગ, મંત્રા અને કુમુદ મિશ્રાએ અભિનય આપ્યો છે.

હાઇજેક ફિલ્મ એવા પરેશાન કર્મચારીઓની છે જેની એરલાઇન કંપની બંધ થવાના આરે છે. આ બધા ભેગા મળી પોતાની જ એરલાઇન કંપનીની છેલ્લી ફલાઇટને હાઇજેક કરી લે છે. આમ કરીને તેઓ પોતાના પૈસા વસુલવા ઇચ્છતા હોય છે. આ ફલાઇટમાં ડીજે રાકેશ પણ મુસાફરી કરતો હોય છે. તો કેટલાક મજેદાર અને કેટલાક અજીબોગરીબ લોકો પણ છે. હાઇજેક થયા બાદ કેટલીક એવી ઘટનાઓ ઘટે છે કે ફલાઇટમાં બેઠેલા લોકો મૂડમાં આવી જાય છે અને મોટી પાર્ટી શરૂ થઇ જાય છે. જમીનથી હજારો ફુટ ઉપર બધા જલ્સા કરે છે.

ત્રીજી ફિલ્મ 'બેયોન્ડ ધ કલાઉડ્સ'ના નિર્માતા શારીન મંત્રી કેડીયા અને નિર્દેશક માજીદ મજીદી છે. ફિલ્મમાં સંગીત એ.આર. રહેમાને આપ્યું છે. શાહિદ કપૂરના ભાઇ ઇશાન ખટ્ટરની આ પહેલી ફિલ્મ છે. તેની સાથે માલવીકા મોહનન, ગોૈતમ ઘોષ, જી.વી. શારદા, તનિષ્ઠા ચેટર્જી, ધ્વની રાજેશ, મિયા માઇલઝેર, હીબા શાહ સહિતે અભિનય કર્યો છે. ૧૨૦ મિનીટની આ ફિલ્મમાં ઇશાન અલગ જ રોલમાં જોવા મળશે. ફિલ્મની કહાની ભાઇ-બહેન પર આધારીત છે.

ચોથી ફિલ્મ 'ઇશ્ક તેરા'ના નિર્માતા દિપક ભાંડેકર, નિર્દેશક જોજો ડિસૂઝા અને લેખક મનોજ શ્રીવાસ્તવ છે. ફિલ્મમાં સંગીત સ્વપ્નીલ દિગ્દેનું છે. ઋષિતા ભટ્ટ, મોહિત મદન, શાહબાઝ ખાન, અમન વર્મા, ગણેશ યાદવ, મોનજ પાહવા, મોઝગન તરાના, સલિલ નાયક, ઉજ્જવલ શીવા સહિતના કલાકારો છે. ઋષિતા ભટ્ટ વર્ષો પછી કમબેક કરી રહી છે. આ ફિલ્મ અનેક ચોંકાવનારા વળાંકો ધરાવતી લવ સ્ટોરી પર આધારીત છે.

(10:07 am IST)