Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

બિગ બોસ ફેમ અબ્દુ રોજિકે શાહરૂખની 'પઠાણ' જોવા માટે કર્યું આખું થિયેટર બુક

મુંબઈ: ભૂતપૂર્વ 'બિગ બોસ 16' સ્પર્ધક અને તાજિકિસ્તાની સેન્સેશન અબ્દુ રોજિકે બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની એક્શન એન્ટરટેઈનર 'પઠાણ' જોવા માટે મુંબઈમાં એક આખો સિનેમા હોલ બુક કર્યો હતો. સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણી દ્વારા ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી ક્લિપમાં, અબ્દુ થિયેટરમાં 'ઝૂમ જો પઠાણ' પર ડાન્સ કરતો જોઈ શકાય છે. તેણે શાહરૂખ અને દીપિકા પાદુકોણ પર ચિત્રિત ગીત પર હૂક સ્ટેપ પણ કર્યું હતું.તેને એમ કહેતા સાંભળવામાં આવ્યા કે, શાહરૂખ સર અમે તમને મળવા માંગીએ છીએ. અમે પઠાણને જોવા માટે આખું થિયેટર બુક કરાવ્યું છે, ડાન્સ કરવા માટે, મોજમસ્તી કરવા માટે.. ખૂબ મજા આવી ભાઈ.અબ્દુલ હિન્દી સિનેમામાં સલમાન ખાનની આગામી ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'થી ડેબ્યૂ કરશે. તે માત્ર 19 વર્ષનો છે અને સોશિયલ મીડિયા પર તેની સારી ફેન ફોલોઈંગ છે. તેણે 'છોટા ભાઈજાન' અને 'પ્યાર' જેવા ગીતો માટે પણ અવાજ આપ્યો છે.

(7:47 pm IST)