Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

સોનમ કપૂરે તેના છ મહિનાના પુત્ર સાથેનો એક વીડિયો કર્યો ઉપલોડ

મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂરે એક હૃદયસ્પર્શી નોંધ શેર કરી કારણ કે તેનો પુત્ર વાયુ કપૂર આહુજા છ મહિનાનો થયો. માતા બનવું એ વિશ્વનું શ્રેષ્ઠ કામ હોવાનું વ્યક્ત કરતાં તેણે પુત્રને પોતાનો સૌથી મોટો આશીર્વાદ ગણાવ્યો હતો. ઈન્સ્ટાગ્રામ પર વાયુની તસવીર અને વીડિયો શેર કરતા સોનમે લખ્યું, મારી વાયુને 6 મહિના પૂરા થયા. વિશ્વની શ્રેષ્ઠ નોકરી. મારો સૌથી મોટો આશીર્વાદ. લવ યુ માય ડાર્લિંગ બોય.ફોટામાં માતા-પુત્રની જોડી ખૂબ જ સુંદર લાગી રહી હતી. સોનમે તેના રમકડાં સાથે રમતા વાયુનો એક નાનો વીડિયો પણ શેર કર્યો છે.સોનમના પતિ આનંદ આહુજાએ હાર્ટ-આઇ ઇમોજી સાથે ટિપ્પણી કરી અને લખ્યું, પાયજામા પાર્ટી. થોડા વર્ષો સુધી ડેટિંગ કર્યા પછી, સોનમ અને આનંદે 8 મે 2018 ના રોજ લગ્ન કર્યા. તેઓએ 20 ઓગસ્ટ, 2022 ના રોજ તેમના પુત્ર વાયુનું સ્વાગત કર્યું

(7:46 pm IST)