Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

ત્‍યારે ગભરાઇ જતી હતી રાશી ખન્‍ના

સાઉથની ફિલ્‍મોમાં વધુ કામ કરી ચુકેલી અભિનેત્રી રાશી ખન્‍ના મુળ દિલ્‍હીની છે. તે દક્ષિણના અનુભવ વિશે કહે છે કે ત્‍યાંની ભાષામાં આદરભાવ જોવા મળે છે. તેઓ દરેક જેન્‍ડરને આદર અને પ્રેમથી સંબોધે છે. તેમની લાગણીને સમજીને ડાયલોગ બોલવાના હોય છે, તો જ દર્શકો સાથે પોતાને જોડી શકયો છો. હવે તો ત્‍યાંની ભાષાથી હું જાણીતી બની ચુકી છું. જોન અબ્રાહમ સાથે બોલીવૂડમાં મદ્રાસ કાફે કર્યા પછી તે હાલમાં જ શાહીદ કપૂર સાથે ડિજીટલ પ્‍લેટફોર્મ પર આવેલી વેબ સિરીઝ ફર્ઝીમાં જોવા મળી છે. યોધ્‍ધામાં પણ તે કામ કરી રહી છે. તે કહે છે શાહિદ સાથે કામ કરવામાં મને પ્રારંભે ડર લાગ્‍યો હતો. સહજ થવામાં ઘણો સમય લાગ્‍યો હતો. હું સેટ પર તેને જોતાં જ ગભરામણ અનુભવતી હતી અને પછી જુના ગીતો ગાવાનું શરૂ કરી દેતી હતી. વિજય સેતુપતિ પણ આ શોમાં છે. તેમની પહેલી હિન્‍દી સિરીઝ છે. રાશી કહે છે હું રીમેકની વિરોધી છું, જુની ક્‍લાસીક ફિલ્‍મો સાથે કદી ચેડા કરવા જોઇએ નહિ.

(10:59 am IST)