Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

આર્યા-૩નું શુટીંગ શરૂ કર્યુ સુસ્‍મિતાએ

સુસ્‍મિતા સેનને ડીજીટલ પ્‍લેટફોર્મ ફળ્‍યું છે. તે લાંબો સમય પરદેથી દુર રહ્યા પછી વેબ શો આર્યાથી શરૂઆત કરી હતી. આર્યાની સતત બે સિઝને ચાહકોને ખુશ કરી દીધા હતાં. હવે ત્રીજી સિઝનની તૈયારી થઇ ચુકી છે અને શુટીંગ પણ શરૂ થઇ ગયું છે. સુસ્‍મિતાએ આર્યા-૩નું શુટીંગ શરૂ કર્યુ છે. આ સિરીઝ ડિઝની હોટસ્‍ટાર પર રિલીઝ થશે. રામ માધવાણી નિર્દેશીત આ શોના નિર્માતા અમિતા માધવાણી અને સિયા ભુયન છે. સુસ્‍મિતા ફરીથી ધમાકેદાર પાત્રમાં જોવા મળશે. એની ઝલક તેણે ઇન્‍સ્‍ટાગ્રામ પર મુકી છે. જેમાં તે બિન્‍દાસ સિગાર ફૂંકતી દેખાય છે. આ ક્‍લિપને ઇન્‍સ્‍ટાગ્રામ પર શેર કરીને સુસ્‍મિતાએ કેપ્‍શન આપી હતી તે પાછી આવી રહી છે અને તે બિઝનેસ લઈને આવવાની છે. સુસ્‍મિતા કહે છે આર્યા ૩ના સેટ પર આવવું મને ઘરે આવવા જેવું લાગ્‍યું છે અને મને એ સશક્‍તિકરણની લાગણી આપે છે.

(10:59 am IST)