Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

ડ્રીમગર્લ-૨નું મોટા ભાગનું શુટીંગ પુર્ણ

આયુષ્‍યમાન ખુરાના હવે ડ્રીમગર્લ-૨માં જોવા મળશે. ચાહકો આ ફિલ્‍મની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. જેમાં આયુષ્‍યમાન સાથે અનન્‍યા પાંડે મુખ્‍ય ભુમિકામાં છે. ફિલ્‍મનું નિર્દેશન રાજ શાંડિલ્‍યએ કર્યુ છે. લેખક અને નિર્માતા પણ તે પોતે છે. રાજ કહે છે મને સતત ડર છે કે ક્‍યાંક લોકોની અપેક્ષામાં ખરા નહિ ઉતર્યા તો?  ડ્રીમગર્લની સફળતા પછી અન્‍ય ફિલ્‍મની વાર્તા લખવામાં વ્‍યસ્‍ત હોવાને કારણે મેં દિગ્‍દર્શક તરીકે બીજા કોઇ પ્રોજેક્‍ટ હાથમાં લીધા નહોતાં. હવે ડ્રીમગર્લ-૨ લઇને આવતી વખતે મનમાં થોડો ડર છે કે ક્‍યાંક લોકોની આશા પર હું પાણી ફેરવી ન દઉં. ડ્રીમગર્લ-૨નું મોટા ભાગનું શુટીંગ પુરુ થઇ ગયું છે. આ ઉપરાંત હું મારી બીજી બે-ત્રણ ફિલ્‍મની સ્‍ક્રિપ્‍ટ પણ તૈયાર કરી ચુક્‍યો છું. હાલમાં જ રાજની વેબ સિરીઝ ધ ગ્રેટ વેડિંગ્‍સ ઓફ મુન્‍નેસ પણ ડિજીટલ પ્‍લેટફોર્મ પર આવી હતી. જેને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્‍યો હતો.

(10:59 am IST)