Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

સમયના વહેણમાં વહેવું ગમે છેઃ ચારૂલ

અભિનેત્રી ચારૂલ થોડા વર્ષો પહેલા ન્‍યુઝ એન્‍કર હતી. એ પછી અભિનયની દૂનિયામાં આવતાં તેણે ન્‍યુઝ એન્‍કરીંગ છોડી દીધુ હતું. તે કહે છે અહિ મારે અલગ અલગ પ્રકારના રોલ નિભાવવા છે. હું સમયના વહેણ સાથે વહેવાનું પસંદ કરુ છું. મેં ચોક્કસ પ્રકારની કારકિર્દીમાં જ આગળ વધું એવું આયોજન કર્યુ નથી. સારા રોલ કરવા છે પણ કામના બોઝ હેઠળ દબાઇ જવું નથી. ઘણા કલાકારો એવા છે જે ટીવી, ફિલ્‍મો, ઓટીટી અને સોશિયલ મિડીયામાં સાગમટે કાર્યરત રહે છે. પણ હું પરિવાર સાથે હસીખુશીથી સમય વિતાવવામાં માનુ છું. તમે પરિવારજનો માટે સમય ન વિતાવી શકો તો મનથી ખુશ અને શાંત રહી શકતાં નથી. ઢગલાબંધ રૂપિયા કમાવાનો પણ પછી અર્થ રહેતો નથી. હવે ચારૂલને દશમી નામના શોમાં ફરીથી એક ભુમિકા મળી છે જે ન્‍યુઝ એન્‍કરની છે. તે કહે છે આ રોલ માટે કોઇ તૈયારી કરવી નથી પડી.

(11:00 am IST)