Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

અમિતાભ બચ્ચનની તસવીર જોઈને રેખા બોલી, 'અહીં ખતરો છે'

સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં દેખાય છે કે, રેખા અને ડબ્બૂ રતનાનીની પુત્રીઓ વેન્યૂ ઉપર રેંપ વોક કરી રહી છે, આ દરમિયાન અનેક ફોટોગ્રાફસ બંનેની તસવીરો લેવામાં મશગૂલ છે

મુંબઈ, તા.૨૦: પ્રખ્યાત અભિનેત્રી  રેખા તાજેતરમાં ડબ્બૂ રતનાનીની બોલીવૂડ કેલેન્ડર ઈવેન્ટમાં દેખાઈ હતી. રેખાનો એક વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેમણે ડબ્બૂરતનાની અને તેમની પુત્રીઓ સાથે દેખાય છે. ખાસ વાત તો એ છે કે આ વીડિયોમાં અમિતાભ બચ્ચની તસવીર સામે આવીને એકટ્રેસે જોરદાર રિએકશન આપ્યું હતું.

સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં દેખાય છે કે, રેખા અને ડબ્બૂ રતનાનીની પુત્રીઓ વેન્યૂ ઉપર રેંપ વોક કરી રહી છે. આ દરમિયાન અનેક ફોટોગ્રાફ્સ બંનેની તસવીરો લેવામાં મશગૂલ છે. જેવું જ વોક કરતા કરતા છેડાં ઉપર પહોંચી ત્યારે સામે અમિતાભ બચ્ચનની તસવીર લાગેલી હતી. ત્યારે ફોટોગ્રાફર્સ રેખાનું રિએકશન માંગવા લાગ્યા હતા. જેના ઉપર સદાબહાર એકટ્રેસ કહે છે કે 'આ ડેન્જર જોન છે.' તેમની આ વાત સાંભળીને ઉપસ્થિત લોકો હસવા લાગ્યા હતા.

(9:55 am IST)