Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

20 સપ્ટેમ્બરના રિલીઝ થશે અમિતાભ બચ્ચનની ફિલ્મ 'ઝૂંડ'

મુંબઇ:  નેશનલ એવોર્ડ વિજેતા મરાઠી ફિલ્મ સૈરાટના ડાયરેક્ટર રાજા મંજુલેની આગામી ફિલ્મ ઝુંડની રિલિઝ ડેટ મંગળવારે ઔપચારિક રીતે જાહેર કરવામાં આવી હતી.આ ફિલ્મમાં મેગાસ્ટાર અમિતાભ બચ્ચન ફૂટબૉલ કોચનો રોલ કરી રહ્યા છે. આ ફિલ્મ દ્વારા મંજુલે બોલિવૂડની હિન્દી ફિલ્મોમાં પ્રવેશી રહ્યા છે અને એ અમિતાભ પહેલીવાર સાથે કામ કરવાના છે. મહારાષ્ટ્રના એક ગરીબ વિસ્તારની ઝૂંપડપટ્ટીમાં રહેતા પ્રતિભાવાન ટીનેજર્સને ફૂટબૉલની રમતમાં નિષ્ણાત બનાવતા એક કોચ વિજય બોરસેની આ બાયો-ફિલ્મ છે. હાલ બોરસે ૭૨ વર્ષના છે. આ ફિલ્મની કથા પણ સ્પોર્ટલક્ષી છે. અમિતાભ બચ્ચન વિજય બોરસેનો રોલ કરવાના છે.આ વર્ષના સપ્ટંેબરની ૨૦મીએ આ ફિલ્મ રજૂ કરવાની એના સર્જકોની યોજના છે. અગાઉ અમિતાભ બચ્ચન પણ પોતાના બ્લોગમાં આ ફિલ્મ વિશે લખી ગયા છે. મંજુલેએ કહ્યું હતું કે મને પૂરી ખાતરી છે કે વિજય બોરસેના પાત્રને લિવિંગ લેજન્ડ સમા અભિનેતા અમિતાભ બચ્ચન યોગ્ય ન્યાય આપશે.

(6:30 pm IST)