Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

શાહિદ કપૂર બનશે પ્રોડયુસર

મુંબઇ:  વર્સટાઇલ અભિનેતા શાહિદ કપૂર અભિનય ક્ષેત્રે પ્રતિષ્ઠિત સ્થાન પ્રાપ્ત કર્યા બાદ હવે પ્રોડયુસર બની રહ્યો છે એવી ઔપચારિક જાહેરાત એના પ્રવક્તાએ કરી હતી. વિખ્યાત મણીપુરી બોક્સર ડિંગ્કો સિંઘની બાયો-ફિલ્મથી એ પોતાની ફિલ્મ કંપનીના શ્રી ગણેશ માંડી રહ્યેા છે. એ પોતે ડિંગ્કો સિંઘનો રોલ કરશે એવું જણાવવામાં આવ્યું હતું.હાલ શાહિદ સુપરહિટ તેલુગુ ફિલ્મ અર્જુન રેડ્ડીની હિન્દી રિમેક કબીર સિંઘમાં મુખ્ય રોલ કરી રહ્યો છે. એની ડિંગ્કો સિંઘની બાયો-ફિલ્મનું ડાયરેક્શન રાજા કૃષ્ણ મેનન કરશે. અગાઉ રાજા કૃષ્ણ મેનન અક્ષય કુમારની એરલિફ્ટ અને સૈફ અલી ખાનની શેફ જેવી ફિલ્મો બનાવી ચૂક્યા છે.  શાહિદ કપૂરે ડિંગ્કો સિંઘની જીવનકથાના રાઇટ્સ ખરીદી લીધા હોવાની માહિતી પણ મળી હતી. આ ફિલ્મનું શૂટિંગ ડિંગ્કો સિંઘના વતન એવા મણીપુર અને રાજધાની દિલ્હીમાં કરાશે. જો કે હજુ તો સ્ક્રીપ્ટ તૈયાર કરવાની બાકી છે. શાહિદ કપૂરે કહ્યંુ હતું કે આવા સ્પોર્ટ પર્સનની સ્ક્રીપ્ટ તૈયાર કરવાનું કામ સહેલું હોતું નથી.

(6:29 pm IST)