Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

બોલીવુડમાં કામ મળવું મુશ્કેલ બન્યું પાક.કલાકરો માટે

મુંબઈ:રાજકારણી અને ગાયક બાબુલ સુપ્રિયોએ  પાકિસ્તાની કલાકારોને બોલીવૂડમાં કામ આપવા બદલ પ્રતિબં મુકવાની વાત કરી છે.  હવે પાકિસ્તાની કલાકારોને બોલીવૂડના પ્રતિબંધ મુકવાનો સમય આવી ગયો છે. આપણે હવે આ બાબતે ગંભીર વિચારણા કરીને અમલમાં મુકવાની જરૃર છે. મને સમજ નથી પડતી કે ભારત-પાકિસ્તાન વચ્ચે જ્યારે તણાવ વધી ગયો છે ત્યારે આપણે એ દેશના કલાકારોને આપણે ત્યાં લાવવાની જરૃર શું છે. એક બાજુ રેડિયોના એક સ્ટેશન પર પાકિસ્તાની ગાયક ગીત ગાતો સંભળાય જ્યારે બીજા સ્ટેશન પર પાકિસ્તાની હમુલામાં ભારતનો જવાન શહીદ થયો તે સમાચાર સાંભળવા મળે તે ખરેખર યોગ્ય નથી, તેમ બાબુલ સુપ્રિયોએ કહ્યું હતું. બાબુલ સુપ્રિયોએ આવનારી ફિલ્મ વેલકમ ટુ ન્યુયોર્કમાંથી પણ ફતેહ અલી ખાનનું ગીત દૂર કરવાની માંગણી કરી છે. તેણે વધુમાં કહ્યું હતું કે મને રાહત ફતેહ ્લી ખાન તેમજ આતિમ અસલમ સાથે કોઇ સમસ્યા નથી. મને તેમની નાગરિકતા સાથે વાંો છે.

(7:03 pm IST)