Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

બોલીવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણે ક્રિસ્ટલ એવોર્ડઝથી સન્માનિત થશેઃ વિદેશમાં મળશે મોટું સમ્માન

બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ એવા એકટ્રેસની લીસ્ટમાં જે ફકત ફિલ્મોમાં નહી પણ સમાજની બેહતરીન સેવા માટે હંમેશા કંઇ ને કંઇ કરતી હોય છે. દીપિકા પાદુકોણ હંમેશા મેન્ટલ હેલ્થને લઇ મોકળાશથી વાત કરે છે અને દિપિકાના કાર્યને લઇ હવે દીપિકાને એક મોટું સમ્માન મળનાર છે.

           દીપિકા પાદુકોણને વર્લ્ડ ઇકોનોમી ફોરમ તરફથી ક્રિસ્ટલ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવશે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમની મેન્યુઅલ મીટીંગ દાવોસમા આયોજીત થશે અને ત્યાં અભિનેત્રીને સમ્માનિત કરવામાં આવશે જયારે દીપિકા પણ કાર્યક્રમ માટે દાવોસ રવાના થઇ ગઇ છે.

(9:58 pm IST)