Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

ફિલ્મ 'ગુડ ન્યુઝ'નો જલવો કાયમ: 200 કરોડની કરી કમાણી

મુંબઈ: બોલિવૂડ ખેલાડી અક્ષય કુમારની ફિલ્મ 'ગુડ ન્યૂઝ'બોક્સ ઓફિસ પર 200 કરોડની કમાણી કરી છે. કરણ જોહર નિર્માતા ફિલ્મ ગુડ ન્યૂઝ 27 ડિસેમ્બરે રિલીઝ થઈ હતી. ફિલ્મમાં અક્ષય કુમાર, કરીના કપૂર, દિલજીત દોસાંઝ અને કિયારા અડવાણી મુખ્ય ભૂમિકામાં છે. કોમેડી સાથે, ફિલ્મની વાર્તા લોકોને પસંદ આવી રહી છે. પહેલા અઠવાડિયા દરમિયાન ફિલ્મે 128 કરોડની કમાણી કરી હતી અને આજ સુધી ફિલ્મે 200 કરોડથી વધુની કમાણી કરી છે.ગુડ ન્યૂઝે ટીકાકારો તેમજ પ્રેક્ષકોનું દિલ જીતી લીધું. એટલું નહીં, ફિલ્મે હાસ્યનો મસાલા સાથે દર્શકોને સંદેશ પણ આપ્યો હતો. અક્ષય કુમાર અને કરીના કપૂરની આઈવીએફ વિષય પર આધારિત 'ગુડ ન્યૂઝ' ચાહકોનું દિલ જીતવામાં સફળ રહી છે.

(5:46 pm IST)