Gujarati News

Gujarati News

News of Wednesday, 19th December 2018

'સિમ્બા' અને 'સિંઘમ'ને એક સાથે સિલ્વર સ્ક્રીન પર લાવશે રોહિત શેટ્ટી

મુંબઇ: રોહિત શેટ્ટી હાલ પોતાની આવનારી ફિલમના પ્રમોશનમાં વ્યસ્ત છે. ત્યારે તેણે પત્રકારોને પોતાની ઇચ્છા જણાવતાં કહ્યું હતું કે, મને એક દિવસ સિમ્બા અને સિંઘમને સાથે રૂપેરી પડદે લાવવાની ઇચ્છા છે. રોહિત શેટ્ટીએ જણાવ્યું હતું કે, હાલમરા મગજમાં સિંઘમ અને સિમ્બાને એક સાથે રૂપેરી પડદે લાવવાના સતત વિચાર ચાલી રહ્યા છે. આ બન્ને પાત્રોને એક જ વાર્તામાં દર્શકોની સામે લાવવાની મારી ઇચ્છા છે. આ વિષય પર હું જલદી જ કામ કરીશ. રોહિતે એક અંગ્રેજી અખબાર સાથેના ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે, સિમ્બા મારી કારકિર્દીની અત્યાર સુધીમાં સૌથી વધુ સારી લખેલી ફિલ્મ છે અને મને આશા છે કે દર્શકો પણ આ ફિલ્મ જોયા બાદ મારી જેમ જ વિચારશે. હું આના બીજા ભાગ પર પણ જલદી જ કામ શરૂ કરવાનો છે. જોકે એનો મતલબ એ નથી હું સિમ્બા અને સિંઘમને આ ફિલ્મમાં સાથે દેખાડીશ. મારા મગજમાં હાલ એક આઇડિયા છે જેના પર હું જલદી જ કામ કરીશ. જોકે આ વધુ પડતું  અઘરું છે અને અત્યાર સુધી ભારતીય સિનેમામાં આવું થયું પણ નથી.

 

(5:42 pm IST)