Gujarati News

Gujarati News

News of Friday, 19th November 2021

તાપસી પન્નુ અને પ્રતિક ગાંધીની "વો લડકી હૈ કહાં"નું શૂટિંગ જયપુરમાં કર્યું શરૂ

મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી તાપસી પન્નુ અને અભિનેતા પ્રતીક ગાંધીએ તાજેતરમાં તેમની નવી ફિલ્મ "વો લડકી હૈ કહાં" ની જાહેરાત કરી હતી, જે એક કોમેડી ડ્રામા ફિલ્મ છે. ફિલ્મની જાહેરાત બાદ તરત જ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું છે, જેની જાણકારી પ્રતિક ગાંધીએ આપી હતી. પ્રતીકે તેના સોશિયલ મીડિયા પ્રોફાઇલ પર એક ફોટો શેર કર્યો છે અને કેપ્શન દ્વારા જણાવ્યું છે કે ફિલ્મનું શૂટિંગ જયપુરમાં થઈ રહ્યું છે. ફોટો શેર કરતાં, અભિનેતાએ કેપ્શન લખ્યું, "ફેસ્ટી મીટ બ્રેટી...... જયપુરમાં વો લડકી હૈ કહાંના સેટ પરથી એક નાની ઝલક."

(5:40 pm IST)