Gujarati News

Gujarati News

News of Friday, 19th November 2021

રજનીકાંતની ફિલ્મ અન્નાત્થેએ કર્યુ ૨૨૮ કરોડનું કલેકશન

આ ફિલ્મ બોકસ ઓફિસ પર અનોખું પ્રદર્શન કરી રહી છેઃ ફિલ્મ દુનિયાભરના થિયેટર્સમાં : પોતાની એક અલગ છાપ છોડી રહી છે અને કેટલાક રેકોર્ડ પણ તોડી રહી છે

ચેન્નાઇ, તા.૧૯: સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ અન્નાત્થે દિવાળી પર ૪ નવેમ્બરે રીલિઝ થઈ હતી. આ ફિલ્મ બોકસ ઓફિસ પર અનોખું પ્રદર્શન કરી રહી છે. ફિલ્મ દુનિયાભરના થિયેટર્સમાં પોતાની એક અલગ છાપ છોડી રહી છે અને કેટલાક રેકોર્ડ પણ તોડી રહી છે. હાલમાં આ ફિલ્મ હાલમાં કયાંય પાછી પડે તેમ લાગતું નથી. સિરુથાઈ સિવા દ્વારા ડાયરેકટ કરવામાં આવેલી ફિલ્મ ઓડિયન્સને એટ્રેકટ કરી રહી છે. રિપોર્ટ્સ પ્રમાણે, અન્નાથેએ અત્યાર સુધી ૧૫ દિવસમાં ૨૨૮ કરોડનો બિઝનેસ કર્યો છે. માનવામાં આવી રહ્યું છે કે આ વિકેન્ડ સુધી ફિલ્મ ૨૫૦ કરોડ સુધી પહોંચી જશે.

સન પિકચર્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી અન્નાત્થે દિવાળી પર રિલીઝ કરવામાં આવી હતી. કીર્તિ સુરેશ અને રજનીકાંત સ્ટારર ફેમિલી ડ્રામા ફિલ્મ હાલ કમાલ કરી રહી છે. ફિલ્મમાં કિર્તિ અને રજનીકાંત ભાઈ બહેનના પાત્રોમાં છે. ફિલ્મમાં બન્ને વચ્ચેનો બોન્ડ દર્શાવવામાં આવ્યો છે અને દર્શાવાયું છે કે કઈ રીતે રજનીકાંતના કાલૈયાન કિર્તિ સુરેશના થાન્ગા મીનાત્ચીને મુશ્કેલીઓથી બચાવે છે.

ટ્રેડ એનાલિસ્ટ મનોબાલા વિજયાબાલનના ટ્વિટ મુજબ અત્યાર સુધી ફિલ્મ અન્નાત્થેએ ૨૨૮.૭૯ કરોડની કમાણી કરી છે. તેણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, અન્નાત્થેનું વર્લ્ડવાઈલ્ડ બોકસ ઓફિસ કલેકશન પહેલા અઠવાડિયે ૨૦૨.૪૭ કરોડ, બીજા અઠવાડિયામાં Day 1 - Rs ૪.૦૫ કરોડ, Day 2 - Rs ૪.૯૦ કરોડ, Day 3 - Rs ૬.૨૧ કરોડ, Day ૪ - Rs ૭.૧૪ કરોડ, Day ૫ - Rs ૧.૦૨ કરોડ, Day ૬ - Rs ૧.૩૩ કરોડ Day ૭ - Rs ૧.૬૭ કરોડ Total - Rs ૨૨૮.૭૯ કરોડ રહ્યું છે.

તમિલનાડુમાં ફિલ્મે લગભગ ૧૫૦ કરોડનો બિઝનેસ કર્યો છે. રાજયમાં ફિલ્મે ૧૪૨ કરોડનો બિઝનેસ કર્યો છે

સન પિકચર્સના કલાનિથી મારન દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી ફિલ્મ અન્નાત્થે ૨૦૨૧માં સૌથી ઝડપી ૨૦૦ કરોડ કમાનાર ફિલ્મ બનવા જઈ રહી છે. ફેમિલી ડ્રામામાં ભાઈ બહેન વચ્ચેનો પ્રેમ દર્શાવાયો છે.

ફિલ્મમાં રજનીકાંત અને કિર્તિ સુરેશ સિવાય ફિલ્મમાં નયનતારા, મીના, ખુશ્બુ, અભિમન્યુ સિંહ, જગાપતિ બાપુ, સૂરી અને પ્રકાશ રાજ પણ મહત્વના પાત્રોમાં છે. ફિલ્મનું મ્યૂઝિક ડી ઈમ્માન દ્વારા કમ્પોઝ કરાયું છે.

(3:48 pm IST)