Gujarati News

Gujarati News

News of Friday, 19th November 2021

'બંટી ઔર બબલી ૨' થિયેટર્સમાં અને 'ધમાકા' OTT પર રિલીઝ

રોમેન્ટિક-કોમેડી ફિલ્મ 'બંટી ઔર બબલી ૨' અભિષેક બચ્ચન અને રાની મુખર્જીની ફિલ્મ 'બંટી ઔર બબલી'ની સિકવલ છે

મુંબઇ, તા.૧૯: આજે શુક્રવારે સિને ચાહકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેમ કે, આજે બે મોટી ફિલ્મ્સ રિલીઝ થઇ છે. સૈફ અલી ખાન, રાની મુખર્જી, સિદ્ઘાંત ચતુર્વાની 'બંટી ઔર બબલી ૨' મોટા પડદા પર રિલીઝ થઈ છે, જયારે ત્યારે કાર્તિક આર્યનની ફિલ્મ ધમાકા નેટફ્લિકસ પર રિલીઝ થઈ છે.

રોમેન્ટિક-કોમેડી ફિલ્મ 'બંટી ઔર બબલી ૨' અભિષેક બચ્ચન અને રાની મુખર્જીની ફિલ્મ 'બંટી ઔર બબલી'ની સિકવલ છે. આ ફિલ્મમાં અભિષેકની જગ્યાએ સૈફ અલી ખાન જોવા મળશે. આ કોમેડી અલગ-અલગ પેઢીના બે યુગલોને એકબીજા સામે ઉભી કરશે. ફિલ્મમાં રાની મુખર્જી-સૈફ અલી ખાન, શર્વરી વાદ્ય-સિદ્ઘાંત ચતુર્વેદીની જોડી સાબિત કરવાનો પ્રયાસ કરશે કે કોણ શ્રેષ્ઠ અને વાસ્તવિક બંટી ઔર બબલી છે.

બીજી બાજુ, કાર્તિક આર્યનની ફિલ્મ ધમાકા ન્યૂઝરૂમના રોલર-કોસ્ટરની દુનિયાની ઝાંખી આપે છે. આ ફિલ્મમાં કાર્તિક આર્યન ન્યૂઝ એન્કરની ભૂમિકામાં છે. આ ફિલ્મનું દિગ્દર્શન રામ માધવાણી દ્વારા કરવામાં આવ્યું છે, જે અગાઉ સોનમ કપૂર સાથે ફિલ્મ નીરજા અને સુષ્મિતા સેન સાથે વેબ સિરીઝ આર્યા કરી ચૂકયાં છે. ધમાકામાં કાર્તિક આર્યન અર્જુન પાઠકની ભૂમિકામાં છે, જે એક ન્યૂઝ એન્કર છે. આ ફિલ્મમાં કાર્તિક ઉપરાંત મૃણાલ ઠાકુર અને અમૃતા સુભાષ પણ મહત્વની ભૂમિકામાં છે.

હવે તે જોવું રસપ્રદ રહેશે કે 'બંટી ઔર બબલી ૨' અને 'ધમાકા' આ બંને ફિલ્મોને દર્શકો તરફથી કેટલો પ્રેમ મળે છે.

(3:22 pm IST)