Gujarati News

Gujarati News

News of Friday, 19th November 2021

દમદાર ફિલ્મથી શરૂઆત કરી રહી છે શનાયા

અનેક સ્ટાર અને સુપરસ્ટારના સંતાનો પણ બોલીવૂડમાં અભિનય સહિતના ફિલ્ડમાં કારકિર્દી શરૂ કરી ચુકયા છે. જેમાં અમુક ખુબ સફળ થઇ ગયા છે તો અમુક સફળ થવા મથામણ કરી રહ્યા છે. અભિનેતા સંજય કપૂરની દિકરી શનાયા કપૂર પણ હવે ફિલ્મી પરદે અભિનય શરૂ કરી રહી છે. શનાયાએ તેની પહેલી ફિલ્મનું શુટીંગ શરૂ કરી દીધું છે. થોડા સમય પહેલા જ તેણે એક ફોટોશૂટ સાથે એલાન કર્યુ હતું કે કરણ જોહર તેને લોન્ચ કરી રહ્યા છે. શનાયા એવા સ્ટાર કિડ્સમાં સામેલ છે જેણે બોલીવૂડમાં સફર શરૂ કર્યા પહેલા જ ચાહકોની મોટી ફોૈજ બનાવી રાખી છે.  સંજય કપૂરની આ દિકરી સોશિયલ મિડીયા પર સતત ચર્ચા જગાવતી રહે છે. હવે લોકો તેને ફિલ્મી પરદે જોઇ શકશે. તે દમદાર શરૂઆત કરવા તૈયાર છે. સંજયે પોતે જ દિકરીની પહેલી ફિલ્મનું શુટીંગ શરૂ થયું તેની જાણકારી તસ્વીરો સાથે આપી હતી.

(9:59 am IST)