Gujarati News

Gujarati News

News of Friday, 19th November 2021

સિંઘમ-૩ માટે અજય અને રોહિતની તૈયારી

રોહિત શેટ્ટીની ફિલ્મ સૂર્યવંશી ૫ણ તેની અગાઉની ફિલ્મોની જેમ સો કરોડની કલબમાં સામેલ થઇ ગઇ છે. સૂર્યવંશીને મળેલી સફળતા બાદ હવે રોહિતની સિંઘમ-૩ની ચર્ચા શરૂ થઇ ગઇ છે. આમ તો સૂર્યવંશીમાં જ સિંઘમ-૩ આવી રહી હોવાનો અણસાર આપી દેવામાં આવ્યો હતો. સિંઘમ-૩ પણ પોલીસ સિરીઝનો જ એક ભાગ હશે. કયા વિષયને પ્રાધાન્ય અપાશે તેમાં એક મુદ્દો કાશ્મીરમાંથી આર્ટીકલ ૩૭૦ હટાવાઇ તે પણ ચર્ચામાં છે. જો કે હજુ કોઇ સત્તાવાર વિગતો જાહેર થઇ નથી. સિંઘમ-૩ની કહાની માટે લોકો અત્યારથી જ ઉત્સુક છે. આ ફિલ્મનું નિર્દેશન રોહિત પોતે કરશે.  સિંઘમ રિટર્ન્સનું નિર્દેશન પણ તેણે કર્યુ હતું. સિંઘમ-૩માં અમુક સત્ય ઘટનાઓને પણ ઉમેરવામાં આવશે તેવી ચર્ચ છે. રણવીર સિંહ અને અક્ષય કુમાર પણ ફિલ્મના અંત ભાગમાં એકશન કરતા જોવા મળશે. અજય દેવગન સિંઘમ-૩નું શૂટિંગ કાશ્મીરના રિયલ લોકેશન પર કરવાનું વિચારી રહ્યો હોવાની પણ અને ફિલ્મનો હીરો ઘાટીમાં શાંતિ અને સુલેહ-શાંતિ માટે આતંકવાદીઓ સામે લડતો જોવા મળશે તેવી ચર્ચા છે. આ ઉપરાંત ગોવા, દિલ્હીમાં પણ શુટીંગ થશે.

(9:59 am IST)