Gujarati News

Gujarati News

News of Friday, 19th November 2021

પોલીસ ઓફિસર કસ્તુરી ડોગરા બનીને આવી રહી છે રવિના

બોલીવૂડમાં નેવુંના દસકમાં પથ્થર કે ફૂલ ફિલ્મથી અભિનય કારકિર્દી શરૂ કરનાર રવિના ટંડને એ કાળમાં અનેક હિટ સુપરહિટ ફિલ્મો આપી ટોચનું સ્થાન મેળવ્યું હતું. ત્યારથી તે બોલીવૂડમાં સક્રિય છે. બીજા સ્ટાર્સની જેમ તે પણ હવે ડિજીટલ માધ્યમ પર એન્ટ્રી કરી રહી છે. રવીના ટંડનની વેબ સિરીઝ અરણ્યક આગામી દસમી ડિસેમ્બ્રે નેટફિલકસ પર રિલીઝ થવાની છે. આ કહાનીમાં જંગલ અને રહસ્યમય શહેરની વાત છે. તાજેતરમાં અરણ્યક  શોનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ શોમાં રવિના ટંડન અલગ જ રોલમાં જોવા મળવાની છે. તે પોલીસ ઓફિસર કસ્તુરી ડોગરાનું પાત્ર ભજવી રહી છે. તેની સાથે સાથે પરમબ્રત ચેટરજી, આશુતોષ રાણા, મેઘના મલિક, ઝાકિર હુસેન અને ઇન્દ્રનીલ સેનગુપ્તા પણ મુખ્ય ભુમિકા નિભાવી રહ્યાં છે. સિદ્ધાર્થ રોય કપૂર અને રમેશ સિપ્પી દ્વારા આ શોનું નિર્માણ કરવામાં આવ્યું છે. નિર્દેશનની જવાબદારી વિનય વૈંકુલને સોંપવામાં આવી છે.

(9:59 am IST)