Gujarati News

Gujarati News

News of Friday, 19th November 2021

'બ્રીધ'ની સિઝન-૩ માટે અમિતની અથાક તૈયારી

અભિનેતા અમિત સાધ કોઇપણ પાત્રમાં આત્મવિશ્વાસ સાથે ઢળી જાય છે. આર્મી ઓફિસર હોય કે પછી અન્ય કોઇપણ પાત્ર હોય અમિત ભૂમિકાને જીવંત બનાવી દે છે. હાલમાં અમિત વેબ સિરીઝ માટે અથાક તૈયારી કરી રહ્યો છે. બ્રીધ-ઇન ટુ ધ શેડોની સિઝન-૩ આવી રહી છે. ફરી એક વખત અમિત પોલીસ અધિકારીની ભુમિકા માટે તૈયાર થયો છે. કબીર સાવંતનો રોલ આ વખતે વધુ જવાબદારીભર્યો છે. આ કારણે ફીટ દેખાવું અને ગંભીર દેખાવું પણ ખુબ જરૂરી છે. તાજેતરમાં અમિતે પોતે કસરત કરતો હોઇ તેવો વિડીયો સોશિયલ મિડીયા પર પોસ્ટ કર્યો હતો. જેને ચાહકોએ ખુબ વખાણ્યો અને પસંદ કર્યો છે. પોતાના પાત્રમાં ઉંડાણથી ઉતરી જવા માટે અમિતની આવી મહેનત દાદ માંગી લે તેવી છે. પહાડી વિસ્તારના કદાવર વૃક્ષો વચ્ચે હીંચકાનો પાઇપ પકડી અમિત કસરત કરતો વિડીયોમાં દેખાયો છે. ચાહકોને બ્રીધની બંને સિઝન ખુબ ગમી હતી. હવે ત્રીજી સિઝનની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.

 

(9:58 am IST)