Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

ફરી એકવાર સાથે કામ કરશે રોહિત શેટ્ટી-રણવીર સિંહ: ફિલ્મ "સર્કસ" નું શૂટિંગ શરૂ

મુંબઈ: બોલીવુડ અભિનેતા રણવીર સિંહે રોહિત શેટ્ટીની ફિલ્મ 'સર્કસ'નું શૂટિંગ શરૂ કરી દીધું છે. રણવીર સિંહને મુંબઈના મહેબૂબ સ્ટુડિયોની બહાર જોવા મળ્યો હતો. રણવીર ફરીથી રોહિત શેટ્ટી સાથે કામ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. રિપોર્ટ અનુસાર આ ફિલ્મનું શૂટિંગ મુંબઈ, ઉટી અને ગોવામાં કરવામાં આવશે, જે આવતા વર્ષે શિયાળાની સીઝનમાં રિલીઝ થશે. આ ફિલ્મ રોહિત શેટ્ટી તેમજ ભૂષણ કુમાર અને રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટે સહ પ્રોડ્યુસ કરી છે.

આ ફિલ્મમાં પૂજા હેગડે અને જેકલીન ફર્નાન્ડિઝની સાથે રણવીર પણ જોવા મળશે. તે એક કોમેડી ફિલ્મ હશે. આ સિવાય વરુણ શર્મા પણ આ ફિલ્મમાં મનોરંજક પાત્ર ભજવતો જોવા મળશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રણવીર સિંહ રોહિત શેટ્ટીની ફિલ્મમાં ડબલ રોલ કરવા જઇ રહ્યો છે. આ ફિલ્મ શેક્સપિયરના નાટક 'ધ કોમેડી ઓફ એરર' દ્વારા પ્રેરિત છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મનું નામ પહેલા 'અંગુર' રાખવામાં આવ્યું હતું, પરંતુ બાદમાં કોપીરાઇટના ડરને કારણે આ ફિલ્મનું નામ 'સર્કસ' રાખવામાં આવ્યું હતું.

(4:38 pm IST)