Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

સુપર હિટ ફિલ્મ 'સિંઘમ'ની પંજાબી રિમેકનું શૂટિંગ શરૂ

પરમીશ વર્મા અને સોનમ બજવા મુખ્ય ભૂમિકા ભજવશે.

મુંબઈ વર્ષ 2011માં રિલીઝ થયેલી અજય દેવગણની સુપર હિટ ફિલ્મ 'સિંઘમ'ની પંજાબી રિમેકનું શૂટિંગ શરુ થઇ ગયું છે. આ ફિલ્મ અજય દેવગણ અને ભૂષણ કુમારના બેનર હેઠળ બની રહી છે. આ ફિલ્મમાં પરમીશ વર્મા અને સોનમ બજવા મુખ્ય ભૂમિકા ભજવશે

 આ ફિલ્મનું ડાયરેક્શન નવનિયત સિંહ કરી રહ્યો છે. પરમીશ આ ફિલ્મમાં દિલશેર સિંહ નામના પોલીસ ઈંસ્પેક્ટરની ભૂમિકા ભજવશે. ફિલ્મની વાર્તા મુખ્ય વાર્તા જેવી જ રહેશે.

(12:31 am IST)