Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

શાહરુખ ખાનનો નાનકડો અબરામ અમિતાભ બચ્ચનને મને તેના દાદા...

મુંબઈ: મેગાસ્ટાર અમિતાભ બચ્ચને રવિવારે સોશ્યલ મિડિયા પર એક સરસ ફોટોગ્રાફ મૂક્યો હતો અને લખ્યું હતું કે શાહરુખ ખાનનો સૌથી નાનો પુત્ર અબરામ મને જ એનો ગ્રાન્ડ પા સમજે છે.અમિતાભની પૌત્રી આરાધ્યાના સાતમા બર્થ ડે પર અબરામ અમિતાભના બંગલે આવ્યો હતો અને અમિતાભ સાથે ઉષ્માભેર હસ્તધૂનન કર્યું હતું. એની આંખોમાં એક પ્રકારની ઇન્ક્વાયરી હોય એવી નજરે એ અમિતાભને નીરખી રહ્યો હતો. કોઇએ એ લાક્ષણિક ક્ષણનો ફોટોગ્રાફ ઝડપી લીધો હતો. જે અમિતાભે સોશ્યલ મિડિયા પર રજૂ કર્યો હતો. અમિતાભે લખ્યું હતું કે અબરામની આંખોમાં ઊગેલો સવાલ હું સમજી શક્યો હતો. એને પાક્કી ખાતરી થઇ હતી કે હું એનો ગ્રાન્ડ પા છું। એને એ વાતનું વિસ્મય હતું કે એના પિતા શાહરુખ ખાન પોતાના પિતા (મિસ્ટર બચ્ચન) સાથે કેમ નથી રહેતા ?તમને યાદ હોય તો ૨૦૦૧માં આવેલી અને સુપરહિટ નીવડેલી કરણ જોહરની ફિલ્મ કભી ખુશી કભી ગમમાં શાહરુખ ખાને અમિતાભ અને જયાના પુત્રનો રોલ કર્યો હતો. આ ફિલ્મ અબરામે પણ જોઇ છે અને અમિતાભને આરાધ્યાના બર્થ ડે પર મળ્યા પછી એ થોડી ક્ષણો સુધી અમિતાભનો હાથ પકડીને ઊભો રહ્યો હતો. અબરામે અમિતાભને કહ્યુ, 'દાદાજી ઘર ચલીએ'.

(4:42 pm IST)